અરબાઝ ખાનના આ સવાલ પર રડી પડી સની લિઓની, વીડિયો વાયરલ

Published: Apr 25, 2019, 15:27 IST

અરબાઝ ખાન ચેટ શો 'પિંચ બાય અરબાઝ'માં ગેસ્ટ તરીકે આવેલી સની લિઓની પહોંચી હતી. જેમાં અરબાઝ સાથે તેણે મન મૂકીને વાતો કરી દરમિયાન તે અરબાઝના એક પ્રશ્ન પર ભાવુક થઈને રડી પડી હતી.

અરબાઝ ખાન સાથે સની લિઓની
અરબાઝ ખાન સાથે સની લિઓની

બોલીવુડ અભિનેત્રી પોતાના બોલ્ડ અંદાજ માટે બી ટાઉનમાં લોકપ્રિય છે. તાજેતરમાં સની લિઓની અરબાઝ ખાનના ચેટ શો 'પિંચ બાય અરબાઝ'માં ગેસ્ટ તરીકે ગઈ હતી. દરમિયાન જ્યારે અરબાઝ ખાને સની લિઓનીની જુની પોસ્ટ પર કરાયેલી કમેન્ટનો ઉલ્લેખ કર્યો ત્યારે સની ખૂબ જ ભાવુક થઇ ગઈ હતી અને રડવા લાગી. તો શૉમાં ખૂબ જ રડી. જે વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે.

શૉમાં સની લિઓનીને જ્યારે અરબાઝ ખાને તેની સોશિયલ મીડિયા પોસ્ટ વિશે પૂછ્યું હતું જેમાં તેણે મેડિકલ ટ્રીટમેન્ટ માટે પ્રભાકર નામના વ્યક્તિ માટે મદદ માગી હતી. નોંધનીય છે કે સની લિઓનીની આ પોસ્ટ માટે ટ્રોલર્સે તેને ખૂબ ટ્રોલ કરી હતી.

જો કે આ ઘટના વિશે વાત કરતી વખતે સની લિઓનીએ કહ્યું કે અમારાથી જે શક્ય હતું તે કરવાનો પૂરો પ્રયત્ન કર્યો પણ અમે પ્રભાકરની સંપૂર્ણપણે મદદ કરી શકીએ તે પહેલા તે મૃત્યુ પામ્યો. આ બાબત જણાવતી વખતે સની ભાવુક થઇ ગઈ હતી અને તેની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા. સની લિઓનીએ કહ્યું કે અમે તેને બચાવી ન શક્યા તેનું ખૂબ દુઃખ છે.

અરબાઝ ખાનના ચેટ શોમાં સનીએ પોતાના ભૂતકાળને વાગોળ્યો અને કહ્યું કે, "એ સમયે મારા માટે જે શ્રેષ્ઠ હતો તે નિર્ણય મેં લીધો." ટ્રોલરે એવો પણ સવાલ કર્યો હતો કે, તેણે એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડમાં કામ કરવાનું કેમ નક્કી કર્યું, જેના જવાબમાં સનીએ પોતાને એવી વ્યક્તિ ગણાવી જેણે પોતાનું ભવિષ્ય સારી રીતે પ્લાન કર્યું છે. સનીએ કહ્યું કે હું આગળ વધી છું? હા, વધી જ છું.

આ પણ વાંચો : અરબાઝ ખાનના ચેટ શો પર સની લિઓનીએ ખોલ્યા અનેક રાઝ

સનીએ વધુમાં એમ પણ કહ્યું કે, "મને સારું લાગે છે કે તમે લોકો મારા સોશિયલ મીડિયા પેજ પર આટલો સમય વિતાવો છો." સની લિઓનીના આ જવાબથી અરબાઝ ખાન એકદમ ઈમ્પ્રેસ થઈ ગયો હતો.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK