Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > અરબાઝ ખાનના ચેટ શો પર સની લિઓનીએ ખોલ્યા અનેક રાઝ

અરબાઝ ખાનના ચેટ શો પર સની લિઓનીએ ખોલ્યા અનેક રાઝ

24 April, 2019 06:59 PM IST | મુંબઈ

અરબાઝ ખાનના ચેટ શો પર સની લિઓનીએ ખોલ્યા અનેક રાઝ

સનીએ અરબાઝ સાથે કરી દિલ ખોલીને વાત

સનીએ અરબાઝ સાથે કરી દિલ ખોલીને વાત


સની લિઓની અનેક વાર ટ્રોલર્સના નિશાને આવતી રહે છે. અનેક વાર તેના પાસ્ટને લઈને સવાલો ઉઠતા રહે છે. પરંતુ હવે સનીએ તેનો સામનો કરતા શીખી લીધું છે. આવા લોકો અને સવાલોથી હર્ટ થવાના બદલે હવે સની પોતાની હ્યુમરથી તેનો જવાબ આપે છે.

સની લિઓનીએ અરબાઝ ખાનના ચેટ શોમાં હાજરી આપ્યા બાદ સની લિઓનીએ તેના સોશિયલ મીડિયા પર વીડિયો શેર કર્યો અને લખ્યું કે, "મને ખુશી છે કે મને મારા મિત્ર અરબાઝ ખાનના ચેટ શોમાં કામ કરવાનો મોકો મળ્યો."




અરબાઝ ખાનના ચેટ શોમાં સનીએ પોતાના ભૂતકાળને વાગોળ્યો અને કહ્યું કે, "એ સમયે મારા માટે જે શ્રેષ્ઠ હતો તે નિર્ણય મેં લીધો." ટ્રોલરે એવો પણ સવાલ કર્યો હતો કે, તેણે એડલ્ટ સ્ટારમાંથી બોલીવુડમાં કામ કરવાનું કેમ નક્કી કર્યું, જેના જવાબમાં સનીએ પોતાને એવી વ્યક્તિ ગણાવી જેણે પોતાનું ભવિષ્ય સારી રીતે પ્લાન કર્યું છે. સનીએ કહ્યું કે હું આગળ વધી છું? હા, વધી જ છું.


આ પણ વાંચોઃ સની લિયોનીએ બનાવ્યો એવો વીડિયો, કે જોત જોતામાં થઈ ગયો વાઈરલ

સનીએ વધુમાં એમ પણ કહ્યું કે, "મને સારું લાગે છે કે તમે લોકો મારા સોશિયલ મીડિયા પેજ પર આટલો સમય વિતાવો છો." સની લિઓનીના આ જવાબથી અરબાઝ ખાન એકદમ ઈમ્પ્રેસ થઈ ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

24 April, 2019 06:59 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK