સની લિયોનીએ કંઈક આ રીતે ઉજવી એનિવર્સિરી, પુત્રીએ બનાવી કૅક

Published: Apr 11, 2019, 15:49 IST | મુંબઈ

સની લિયોની અને ડેનિયલ વેબર આજે એટલે કે 11 એપ્રિલે પોતાની વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે.

તસવીર સૌજન્યઃsunny leony instagram
તસવીર સૌજન્યઃsunny leony instagram

સની લિયોની અને ડેનિયલ વેબર આજે એટલે કે 11 એપ્રિલે પોતાની વેડિંગ એનિવર્સરી ઉજવી રહ્યા છે. ત્યારે આ કપલે કેટલાક સુંદર ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે. સની લિયોની અને ડેનિયલ બંનેની એકબીજા સાથે મુલાકાત કામ કરવા દરમિયાન જ થઈ હતી.

 

સની અને ડેનિયલને નિશાકૌર વેબર, આશેર અને નોહસિંઘ વેબર એમ ત્રણ સંતાનો છે. નિશાને સની લિયોનીએ મહારાષ્ટરના લાતુરમાંથી એડોપ્ટ કરી છે. તો આશર અને નોહસિંહ વેબરને સરોગસીથી જન્મ આપ્યો છે.

સની લિયોની સમયાંતરે પોતાના આ નાનકડા બાળકોના ફોટોઝ શૅર કરતી રહે છે. ગઈકાલે મધરાતે સની લિયોની અને ડેનિયલ વેબરે પોતાની લગ્નતિથિની ઉજવણી કરી હતી. આ ફોટોઝમાં તમે પણ કપલનો એકબીજા પ્રત્યેનો પ્રેમ જોઈ શખ્શો. સાથે જ નાનકડી નિશાએ પણ કેક બનાવવામાં મોમને મદદ કરી હતી.

 
 
 
View this post on Instagram

Happy Hanukkah Everyone!! Love the Weber’s!!!!! Hehe

A post shared by Sunny Leone (@sunnyleone) onDec 2, 2018 at 6:44am PST

સની લિયોનીએ આ ફોટો સાથે કેપ્શન લખ્યું'હેપ્પી એનિવર્સરી ડેનિયલ... તુ મારા જીવનનો બેસ્ટ પાર્ટ છે, મારો બેસ્ટ ફ્રેન્ડ અને આપણા બાળકો માટે બેસ્ટ ફાધર. સૌથી મોટી વાત એ છે કે આ કેક આપણી દીકરીએ બનાવી છે.'

હાલ સની લિયોની તમિલ ફિલ્મ વીરામાદેવીમાં કામ કરી રહી છે, જે એક પીરિયડ ડ્રામા ફિલ્મ છે. ફિલ્મ આ વર્ષના અંતમાં રિલીઝ થઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK