સની લિયોની બાળકોને લઈને નીકળી ફરવા, જુઓ એની ક્યૂટ તસવીરો

Published: Jul 09, 2019, 14:56 IST | મુંબઈ

બૉલીવુડની ગ્લેમરસ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) પોતાના પતિ ડેનિયલ વેબર (Daniel weber) અને બાળકો સાથે મુંબઈના જૂહુ વિસ્તારમાં ફરતી નજર આવી છે.

સની લિયોની
સની લિયોની

બૉલીવુડની ગ્લેમરસ અભિનેત્રી સની લિયોની (Sunny Leone) પોતાના પતિ ડેનિયલ વેબર (Daniel weber) અને બાળકો સાથે મુંબઈના જૂહુ વિસ્તારમાં ફરતી નજર આવી છે. સની સાથે એમની પૂરી ફૅમિલી હાજર હતી. પતિ ડેનિયલ સિવાય સની સાથે જુડવા દીકરા નોહા, અશર અને દીકરી નિશા પણ નજર આવી. તમે એમની ક્યૂટ તસવીરો જોઈ શકો છો. તસવીરોમાં સનીના ત્રણ બાળકોને એકસાથે જોઈ શકો છો.

sunny-01

આ તસવીરોને જોઈને કહીં શકાય છે કે સની અને ડેનિયલ કેરિંગ પેરેન્ટ્સ છે.

sunny-02

સની લિયોની અને પતિ ડેનિયલ વેબરને ત્રણ સંતાન છે જેમાથી બે બાળકો સરોગેસીથી તો એક દીકરી નિશા દત્તક લીધી છે.

sunny-03

આ તસવીરમાં જોઈ શકાય છે કે સની પોતાના દીકરાને કેટલો પ્રેમ કરી રહી છે.

sunny-04

આ તસવીરમાં જોઈ શકાય કે નિશા પોતાના પપ્પા સાથે છે. પપ્પાએ દીકરી નિશાનો હાથ પ્રેમથી પકડ્યો છે.

sunny-05

જણાવી દઈએ કે સની લિયોની અને ડેનિયલને બન્ને દીકરાઓ સરોગેસીથી થયા છે અને માર્ચ 2018માં સનીના પરિવારનો હિસ્સો બન્યા હતા. એની પહેલા સની લિયોની અને પતિ ડેનિયલે વર્ષ 2017માં 21 મહિનાની નિશાને મહારાષ્ટ્રના એક ગામથી દત્તક લીધી હતી.

sunny-06

તમને જણાવી દઈએ કે મૂળ કૅનેડિયનની સની લિયોની અમેરિકન અડલ્ટ ફિલ્મ ઈન્ડસ્ટ્રીનું જાણીતું નામ રહી છે અને હવે તે બૉલીવુડમાં પોતાનું નામ સ્થાપિત કરી ચૂકી છે.

આ પણ વાંચો : કંગના રણૌતનો 'ધાકડ' લૂક, નવા પોસ્ટરમાં લાગી રહી છે વૉરિયર

2012માં એમણે પૂજા ભટ્ટની ફિલ્મ જિસ્મ 2થી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. સનીની બાયોપિક કરનજીત કૌર- ધ અનટોલ્ડ સ્ટોરી ઑફ સની લિયોની (Karenjit Kaur The untold Story of Sunny leone) એક એપ પર રિલીઝ થઈ હતી.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK