સની લીઓની એક ફિલ્મના ૩ કરોડ માગે છે

Published: 4th November, 2014 03:16 IST

અને એક આઇટમ-સૉન્ગ માટે તેને જોઈએ છે ૭૫,૦૦,૦૦૦ રૂપિયારશ્મિન શાહ

પૉર્નસ્ટારમાંથી બૉલીવુડની સ્ટાર બનેલી સની લીઓનીની હિન્દી ફિલ્મમાં ડિમાન્ડ વધતી જાય છે. આ વધતી ડિમાન્ડ વચ્ચે તેણે પોતાની ફી પણ વધારી દીધી છે. સની હવે એક ફિલ્મ કરવાના ત્રણ કરોડ રૂપિયા માગે છે તો ફિલ્મમાં એક આઇટમ-સૉન્ગ કરવા માટે પંચોતેર લાખ રૂપિયાનો ચાર્જ માગવા માંડી છે. મજાની વાત એ છે કે આટલી તોતિંગ ફી આજે બૉલીવુડમાં લીડ ઍક્ટ્રેસ તરીકે કામ કરતી અને અગાઉ હિટ ફિલ્મ આપી ચૂકેલી આલિયા ભટ્ટ, શ્રદ્ધા કપૂર અને કંગના રનોટ પણ નથી માગી રહી. સનીનું માર્કેટિંગ તેનો જ હસબન્ડ ડૅનિયલ સંભાળે છે.

સની અત્યારે ‘મસ્તીઝાદે’ નામની સેક્સ-કૉમેડી ફિલ્મ કરી રહી છે તો ટી-સિરીઝ દ્વારા બનનારી બે ફિલ્મમાં એક-એક આઇટમ-સૉન્ગ પણ તે કરવાની છે. આ ઉપરાંત સનીને ‘ટારઝન’ની રીમેક સહિત અન્ય ચાર ફિલ્મની ઑફર છે અને આ ચારેચાર ફિલ્મ માટે તેણે ત્રણ કરોડ રૂપિયાની રકમ માગી છે.

સની લીઓનીએ બ્રાની ટોપી બનાવીને ડાન્સ-મસ્તી કરી

સની લીઓની થાઇલૅન્ડમાં મિલાપ ઝવેરીની સેક્સ-કૉમેડી ‘મસ્તીઝાદે’ના શૂટિંગમાં વ્યસ્ત છે. એવામાં ફિલ્મના ટાઇટલ પ્રમાણે સની લીઓની સેટ પર મસ્તી ન કરે એવું તો ન જ બને. આ વખતે તેણે કરેલી મસ્તી કંઈક વિચિત્ર પ્રકારની હતી. સનીએ ફિલ્મના એક ગીતમાં બિકિની પહેરી છે અને માથા પર પોતાની બ્રા ટોપીની જેમ પહેરીને મસ્તી કરતી હોય એવો ફોટો ટ્વિટર પર અપલોડ કર્યો છે. આ ફોટો ફિલ્મના કાર-વૉશ સીન પહેલાં અને પછી થયેલી મસ્તીમાંનો એક છે. ફિલ્મમાં સની ડબલ રોલમાં જોવા મળશે અને તેની સાથે ફિલ્મમાં તુષાર કપૂર તથા વીર દાસ લીડ રોલમાં જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK