ડર ફિલ્મને કારણે સની દેઓલના યશરાજ ફિલ્મ્સ સાથેના સંબંધ બગડી ગયા!

Published: Apr 10, 2020, 17:01 IST | Ashu Patel | Mumbai Desk

સની દેઓલના દીકરાને હીરો તરીકે લૉન્ચ કરવા માટે યશરાજ ફિલ્મ્સે કરેલી ઑફર સનીએ ઠુકરાવી દીધી હતી!

યસ, ‘ડર’ ફિલ્મને કારણે સની દેઓલના યશરાજ ફિલ્મ્સ સાથેના સંબંધ બગડી ગયા હતા! અને હજી સુધી સની દેઓલના મનમાંથી એ કડવાશ ગઈ નથી કે એ ફિલ્મમાં તેના કરતાં શાહરુખનો રોલ ચડિયાતો હતો અને એને કારણે સનીના દીકરાને હીરો તરીકે લૉન્ચ કરવા માટે યશરાજ ફિલ્મ્સે કરેલી ઑફર સનીએ ઠુકરાવી દીધી હતી!

 રાહુલ રૉયે ‘ડર’ ફિલ્મ રિજેક્ટ કરી એ પછી આમિર ખાન અને અજય દેવગન જેવા અભિનેતાઓએ પણ એ ફિલ્મને ઠુકરાવી દીધી હતી અને શાહરુખ ખાને એ ફિલ્મ સાઇન કરવાની હિંમત બતાવી હતી અને એ ફિલ્મને લીધે શાહરુખ ખાન હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં છવાઈ ગયો હતો.
 એ ફિલ્મ રિલીઝ થયા પછી શાહરુખ ખાનનો અભિનય ખૂબ વખણાયો એ પછી સની દેઓલે મીડિયાને કહ્યું હતું કે મારી સાથે અન્યાય થયો છે. મને કહેવામાં નહોતું આવ્યું કે શાહરુખ ખાનનો રોલ આટલો પાવરફુલ છે. એ ફિલ્મના મુદ્દે યશરાજ ફિલ્મ્સ પ્રત્યેની ‘ડર’ ફિલ્મ વખતની સની દેઓલની નારાજગી હજી સુધી દૂર નથી થઈ. સની દેઓલના દીકરાને હીરો તરીકે લૉન્ચ કરવા માટે યશરાજ ફિલ્મ્સે ઑફર કરી હતી, પરંતુ સની દેઓલે એ ઑફરને ઠુકરાવી દીધી હતી. જોકે એ વાત મીડિયા સુધી પહોંચી એ પછી પત્રકારોએ સની દેઓલને પૂછ્યું હતું કે એ વાત સાચી છે કે યશરાજ તમારા દીકરાને લૉન્ચ કરવા ઇચ્છતું હતું? ત્યારે સની દેઓલે શબ્દો ચોર્યા વિના કહ્યું હતું કે હા, મેં એ ઑફર સ્વીકારવાની ના પાડી હતી, કારણ કે યશરાજ ફિલ્મ્સ પર મને ભરોસો નથી! ‘ડર’ ફિલ્મ વખતે મારી સાથે જે બન્યું હતું એવું મારા દીકરા સાથે પણ બની શકે એવો મને ડર હતો અને એ બૅનર મારા દીકરાને યોગ્ય રીતે લૉન્ચ કરી શકશે કે નહીં એ વિશે મને શંકા હતી! 
 ‘ડર’ ફિલ્મની સ્ક્રિપ્ટ જ્યારે શાહરુખ ખાનને સંભળાવાઈ અને કહેવાયું કે આમાં તારો નેગેટિવ રોલ છે અને હીરો સની દેઓલ છે. તારે વિલનનો રોલ કરવાનો છે ત્યારે તેણે બેધડક હા પાડી દેતાં કહ્યું હતું કે હું આ ફિલ્મ કરીશ. 
 ‘ડર’ ફિલ્મ શાહરુખ ખાને કેમ સાઇન કરી એની વાત પણ રસપ્રદ છે. એ વિશે ફરી ક્યારેક વાત કરીશું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK