હનુ રાઘવપુડીની થ્રિલરમાં કામ કરવા વિશે સની દેઓલે કહ્યું...

Published: Mar 12, 2020, 14:46 IST | Shaheen Parker | Mumbai Desk

પૉલિટિક્સ અને ફિલ્મોને હું એકસમાન સમય આપીશ- સની દેઓલ

સની દેઓલ
સની દેઓલ

સની દેઓલ સાઉથના ડિરેક્ટર હનુ રાઘવપુડીની આગામી થ્રિલરમાં દેખાશે. એને જોતાં તેઓ પોતાની રાજકીય અને ફિલ્મની કરીઅરને એકસરખો સમય આપશે એવું તેમણે જણાવ્યું હતું. સની દેઓલે દીકરાની પહેલી ફિલ્મ ‘પલ પલ દિલ કે પાસ’માં વ્યસ્ત હોવાને કારણે કોઈ અન્ય ઍક્ટિંગ અસાઇનમેન્ટ્સ સાઇન નહોતાં કર્યાં. જોકે હવે તેઓ સિલ્વર સ્ક્રીન પર પોતાનો જાદુ રેલાવવા માટે ફરીથી તૈયાર થઈ ગયા છે. એ વિશે જણાવતાં સની દેઓલે કહ્યું હતું કે ‘આ કોઈ સાઉથની ફિલ્મની રીમેક નથી. ફિલ્મનો વિષય ખૂબ ઇન્ટરેસ્ટિંગ છે. એમાં ભરપૂર ઍક્શન અને સસ્પેન્સ જોવા મળશે. અત્યાર સુધી મેં જે પણ પાત્રો ભજવ્યાં છે એમાં આ પાત્ર એકદમ અલગ છે. મારા રોલ વિશે હું વધુ ન જણાવી શકું. એટલું જરૂર કહીશ કે આ ફિલ્મ માટે મારે ખૂબ મહેનત કરવાની રહેશે.’
સની દેઓલ પંજાબના ગુરુદાસપુરથી ભારતીય જનતા પાર્ટીના સંસદસભ્ય છે. પઠાણકોટ રેલવે-સ્ટેશન પર લોકોએ તેઓ ગુમ થયા છે એવાં પોસ્ટર લગાવીને તેમની નિંદા પણ કરી હતી. તેઓ સંસદમાં હાજર નથી રહેતા. રાજકારણ અને ફિલ્મો બન્ને ઠેકાણે પૂરતું ધ્યાન આપી શકશે એવું જણાવતાં સની દેઓલે કહ્યું હતું કે ‘હું બન્ને બાજુએ એકસરખો સમય આપીશ. જો હું મારા વિસ્તારમાં હાજર નહીં પણ હોઉં તો પણ ત્યાંની રજેરજની માહિતી મારી પાસે રાખીશ. સાથે જ જ્યારે પણ જરૂર પડશે ત્યારે ચોક્કસ ધ્યાન પણ આપીશ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK