16 વર્ષથી નથી થઈ સની દેઓલ અને શાહરુખ ખાન વચ્ચે વાત, કારણ છે 'ડર'?

Published: Jun 18, 2019, 14:15 IST

ફિલ્મ ડર પછી સની દેઓલે 16 વર્ષ સુધી યશ ચોપરા સાથે કામ કર્યું નહેતું કર્યું. અને 16 વર્ષ સુધી શાહરુખ ખાન સાથે વાત પણ કરી હતી નહી. ઉલ્લેખનીય છે કે, શાહરુખ સાથેના વણસેલા સંબંધો વિશે ખુદ સની દેઓલે જાતે જ આ વિશે વાત કરી હતી.

શાહરૂખ અને સની દેઓલે  ડર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.
શાહરૂખ અને સની દેઓલે ડર ફિલ્મમાં સાથે કામ કર્યું હતું.

બોલીવૂડમાં ફિલ્મી સ્ટાર્સ વચ્ચે કોલ્ડ વૉરના સમાચાર આવતા રહે છે. સની દેઓલ અને શાહરુખ ખાનના 1993માં આવેલી ફિલ્મ 'ડર' બાદ વણસેલા સંબંધોની વાત જગજાહેર છે. ફિલ્મ 'ડરને' યશ ચોપરાએ ડિરેક્ટ કરવામાં આવી છે. ફિલ્મ ડર પછી સની દેઓલે 16 વર્ષ સુધી યશ ચોપરા સાથે કામ કર્યું નહેતું કર્યું. અને 16 વર્ષ સુધી શાહરુખ ખાન સાથે વાત પણ કરી હતી નહી. ઉલ્લેખનીય છે કે, શાહરુખ સાથેના વણસેલા સંબંધો વિશે ખુદ સની દેઓલે જાતે જ આ વિશે વાત કરી હતી.

એટલો ગુસ્સે હતો કે.... મે મારા જ જીન્સનું પોકેટ ફાડી નાખ્યું

હાલમાં જ એક ટીવી શૉમાં સની દેઓલને શાહરુખ ખાન સાથે વાતચીત ન કરવા પર પૂછવામાં આવ્યો હતો. આ વિશે જવાબ આપતા સની દેઓલે કહ્યું હતું કે, કદાચ શાહરુખને તેમના ખોટા હોવાનો અહેસાસ થયો હશે. ફિલ્મની શૂટિંગને યાદ કરતા સનીએ કહ્યું હતું કે, હું ફિલ્મમાં કમાન્ડોનો રોલ કરી રહ્યો હતો અને સીનમાં શાહરુખ ખાને મને ચાકુ મારવાનો હતો. હું આટલો ફિટ હતો કે કોઈ મને કઈ રીતે ચાકુ મારી શકો જો કે યશજી મારા કરતા મોટા હતા એટલે હું કઈ બોલી શક્યો નહી. હું એટલા ગુસ્સામાં હતો કે, મારા હાથ મારા જીન્સના પોકેટમાં હતા અને જીન્સની પોકેટ મે ફાડી નાખી અને મને ખબર પણ ન રહી.

આ પણ વાંચો: રંગૂનમાં કંગના રનૌત સાથેના કિસિંગ સીનને શાહિદ કપૂરે કહ્યું 'કીચડ'

જ્યારે સનીને પૂછવામાં આવ્યું કે, શું તેમણે 16 વર્ષ સુધી શાહરુખ ખાન સાથે વાત કરી નહી. આ સવાલનો જવાબ આપતા સનીએ કહ્યું હતું કે, એવુ નથી કે મે વાત નથી કરી. ખબર નહી શું થયું. હું વધારે સોશ્યલાઈઝ નથી થતો જેના કારણે અમે ક્યારેય મળ્યા નથી અને ક્યારે વાત પણ નથી થઈ. એમ પણ મને પાર્ટીઓમાં જવુ વધારે પસંદ નથી તો વાત કરવાની વાત જ નથી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK