સની-બૉબી આહનાનાં મૅરેજમાં પણ ગેરહાજર : જુઓ ક્યાં હતાં આ બે ભાઈઓ

Published: Feb 04, 2014, 05:21 IST

વીક-એન્ડમાં થયેલાં આહના દેઓલનાં મૅરેજનાં તમામ ફંક્શનમાં તેના બે ભાઈઓ સની અને બૉબીએ હાજર રહેવાનું ટાળ્યું હતું.


PHOTOS : આહના દેઓલના વેડિંગ રિસેપ્શનમાં ઊમટી હસ્તીઓ


બૉબી દેઓલ દુબઈમાં ક્રિકેટ રમવા ગયો હતો, પણ સની મુંબઈમાં જ હતો. આ અગાઉ આ જ રીતે બન્ને ભાઈઓ ૨૦૧૨માં એશા દેઓલનાં મૅરેજમાં પણ હાજર નહોતા રહ્યા. ધર્મેન્દ્રની બીજી વાઇફ હેમામાલિનીની આ બન્ને દીકરીઓનાં મૅરેજમાં ગેરહાજર રહીને સની-બૉબીએ આડકતરી રીતે દર્શાવી દીધું છે કે તે બન્ને આ મૅરેજમાં હાજર રહીને પોતાની રિયલ મમ્મી પ્રકાશને નારાજ કરવા નહોતા માગતા. આ અગાઉ હેમામાલિનીએ એવું કહ્યું હતું કે સની અને બૉબી બન્ને આ મૅરેજ-સેરેમનીમાં હાજર રહેશે, બહેનનાં મૅરેજમાં નહીં આવવા માટે તેમની પાસે કોઈ કારણ નથી. એશાનાં મૅરેજ સમયે બૉબી અને સની બન્ને સિટીમાં ન હોવાથી આવી નહોતા શક્યા, પણ આહનાનાં મૅરેજમાં તે બન્ને અચૂક આવશે એવું હેમાનું કહેવું હતું. જોકે એવું થયું નહીં અને ભાઈઓએ તેમને આ ફંક્શનથી અળગા જ રાખ્યા હતા.

બૉબી-સની હતા ક્યાં?

દુબઈમાં રમાયેલી સેલિબ્રિટી ક્રિકેટ ટુર્નામેન્ટમાં રમવા માટે બૉબી દુબઈ ગયો હતો અને શનિવારે તે દુબઈમાં હતો. એ ઇવેન્ટમાં અનેક સેલિબ્રિટીઝ હતી, જેમાંથી ઘણાખરા રવિવારે મુંબઈ પાછા આવી ગયા હતા, પણ બૉબીએ મુંબઈ આવવાનું ટાળ્યું હતું અને તે દુબઈમાં જ રોકાઈ ગયો હતો અને હવે તે આજે મુંબઈ પાછો આવવાનો છે. મોટા ભાઈ સનીની વાત કરીએ તો આહનાનાં મૅરેજ સમયે સની મુંબઈમાં જ હતો. ગયા વીકમાં તે ભારતીય જનતા પાર્ટી દ્વારા રાખવામાં આવેલા ફંક્શનમાં ગયો હતો જ્યાં નરેન્દ્ર મોદી અને લતા મંગેશકર બન્ને સાથે હાજર રહ્યાં હતાં. મજાની વાત એ છે કે સનીએ પોતાની બહેનનાં મૅરેજમાં જવાનું ટાળ્યું હતું જ્યારે તે જેના ફંક્શનમાં ગયો હતો તે નરેન્દ્ર મોદી આહનાનાં મૅરેજ માટે ખાસ આવ્યા હતા.

૧૯૮૦ની નારાજગી આજ સુધી

ધર્મેન્દ્રએ પહેલાં મૅરેજ પ્રકાશ સાથે કયાર઼્ હતાં અને એ પછી તે હેમામાલિની સાથે પ્રેમમાં પડ્યો અને તેણે પ્રકાશ સાથેના પોતાના સંબંધો યથાવત્ રાખીને બીજાં મૅરેજ ૧૯૮૦માં હેમા સાથે કયાર઼્. આ મૅરેજ પછી હેમા અને ધર્મેન્દ્ર સાથે નથી રહ્યાં અને હેમામાલિની હંમેશાં અલગ રહી છે. હેમામાલિની અને તેની બન્ને દીકરીઓ સાથે એકમાત્ર અભય દેઓલે રિલેશન રાખ્યાં હતાં.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK