સુનીલ શેટ્ટીએ કહ્યું, અક્ષય-અજયને જોઈને ગર્વ થાય છે, કાશ એમના જેવો હોત

Published: May 14, 2019, 12:32 IST

સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, મે મારુ કરિઅર ક્યારેય પ્લાન કર્યું નથી મે ભૂલ કરી. મે મારા કરીઅરના ઉતાર-ચઢાવ પ્લાન કર્યા નથી. હાલ મને ફિલ્મો નથી મળી રહી તેનું કારણ છે મારી ભૂલો. મારી ભૂલો મારા બાળકો સાથે રિપીટ નહી થાય.

ફાઈલ ફોટો
ફાઈલ ફોટો

સુનીલ શેટ્ટી અને તેમના સ્ટારડમ વિશે આપણે સૌ કોઈ જાણીએ છીએ . 90ના દાયકામાં સુનીલ શેટ્ટીની સ્ટાઈલ ખુબ ફેમસ રહી હતી. સુનીલ શેટ્ટીને એક્શન સ્ટાર તરીકે ઘણી સુપરહિટ ફિલ્મો પણ આપી છે. જો કે વર્ષ 2000 પછી સુનીલ શેટ્ટી ફિલ્મી પડદે ખાસ જોવા મળ્યા હતા નહી. વર્ષ 2000 પછી સુનીલ શેટ્ટી લીડ રોલમાં ઓછા મલ્ટીસ્ટારર ફિલ્મોમાં વધુ જોવા મળ્યા હતા અને થોડા સમય પછી સુનીલ શેટ્ટી મલ્ટીસ્ટારર ફિલ્મોમાંથી પણ ગુમ થઈ ગયો હતો

સુનીલ શેટ્ટી છેલ્લે સિદ્ધાર્થ મલ્હોત્રા સ્ટાર ફિલ્મ જેન્ટલમેનમાં જોવા મળ્યો હતો. ઘણા સમય બાદ થોડા સમય પહેલા સુનીલ શેટ્ટીના બોડી બિલ્ડર લૂક રિવીલ થતા સુનીલ શેટ્ટી છવાઈ ગયો હતો, સુનીલ શેટ્ટીની બોડી અને ફિટનેસ જોઈને ફેન્સ આશ્ચર્ય પામ્યા હતા. હાલમાં જ સુનીલ શેટ્ટીએ તેમના સાથી મિત્રો અજય દેવગણ અને અક્ષય કુમારના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, અક્ષય કુમાર અને અજય દેગવણને જોઉ છું તો મને તેમના પ્રત્ય ગર્વ થાય છે. કાશ હું પણ એમના જેવો હોત.'

આ પણ વાંચો: ગુજરાતી ગોરીના બોલ્ડ લૂક જોઈને ચોંકી જશો, જુઓ ફોટોઝ

સુનીલ શેટ્ટીએ કહ્યું હતું કે, મે મારુ કરિઅર ક્યારેય પ્લાન કર્યું નથી મે ભૂલ કરી. મે મારા કરીઅરના ઉતાર-ચઢાવ પ્લાન કર્યા નથી. હાલ મને ફિલ્મો નથી મળી રહી તેનું કારણ છે મારી ભૂલો. મારી ભૂલો મારા બાળકો સાથે રિપીટ નહી થાય. અહાન સલમાન ખાન દ્વારા લોન્ચ કરવામાં આવ્યો હતો જ્યારે અથિયા સાજીદ નડિયાદવાલાની ફિલ્મમાં જોવા મળશે. હું મેન્ટલી ઘણો મજબુત છું અને મારી જાત પર વિશ્વાસ રાખું છું. આજે જ્યારે અક્ષય અને અજયને જોઉં છુ તો ગર્વ થાય છે. તેમને સેલ્યૂટ છે.'

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK