Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > Lockdown Effects: રામાયણના લક્ષ્મણે જાતે હેર કટ કર્યા,શૅર કર્યો નવો લૂક

Lockdown Effects: રામાયણના લક્ષ્મણે જાતે હેર કટ કર્યા,શૅર કર્યો નવો લૂક

23 June, 2020 05:49 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

Lockdown Effects: રામાયણના લક્ષ્મણે જાતે હેર કટ કર્યા,શૅર કર્યો નવો લૂક

સુનિલ લહરી નવા લૂકમાં (તસવીર સૌજન્ય: ટ્વીટર)

સુનિલ લહરી નવા લૂકમાં (તસવીર સૌજન્ય: ટ્વીટર)


કોરોના વાયરસ (COVID-19) મહામરીને કારણે લાદવામાં આવેલા લૉકડાઉને માણસોને જીવનમાં ઘણું બધું શીખવ્યું છે. લોકોએ ઘરમાં જ જીમ બનાવી દીધું છે, શાળા અને ટયુશનો પણ ઘરમાં જ આવી ગયા છે, હોટેલ જેવી વાનગીઓ લોકો ઘરમાં બનાવતા થયા છે. એટલું જ નહીં લોકો સેલ્ફ ગ્રુમિંગ કરતા થઈ ગયા છે. એટલે કે પોતાના વાળ જાતે જ કાપે છે. આ બધામાંથી સેલેબ્ઝ પણ બાકાત નથી. રામાયણના સુપરસ્ટાર લક્ષ્મણ અક્કા સુનિલ લહરીએ પણ કંઈક આવું જ કર્યું છે. તેમને જાતે જ હેર કટ કર્યા છે અને તેની તસવીર ટ્વીટર પર પોસ્ટ કરી છે.

અત્યારે અનલૉક 1.0 ચાલી રહ્યું છે. છતા કોરોનાનો ખતરો ઓછો નથી થયો. એટલે લોકો જરૂરી કામ વગર ઘરની બહાર જવાનું ટાળે છે. વાળ કપાવવા માટે લોકો સલૂનમાં જવાનું પણ ટાળે છે. રામાયણમાં લક્ષ્મણનો રોલ નિભાવનાર લક્ષ્મણ અક્કા સુનિલ લહરીએ પણ સલૂનમાં જવાને બદલે ઘરે જ વાળ કાપ્યા છે. તેમણે ટ્વીટર પર નવા લૂકની તસવીર શૅર કરતા લખ્યું છે કે, 'આ લૉકડાઉને પોતાના વાળ કાપવાની કળા પણ શીખવાડી દીધી. પરંતુ પાછળના વાળ ન કાપી શક્યો.' તસવીરમાં સુનીલ લહરીએ પોનીટેલ બાંધેલી છે.




સુનિલ લહરીનો આ નવો લૂક ફૅન્સ બહુ ગમ્યો છે. તેમના આ ટ્વીટને 2.1k લાઈક્સ મળી છે. જોકે, સુનિલ પહેલા અનેક બૉલીવુડ ર્સ્ટાસે લૉકડાઉન દરમ્યાન ઘરમાં જ પોતાના વાળ કાપ્યા છે.


Whatsapp-channel Whatsapp-channel

23 June, 2020 05:49 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK