ધનતેરસની વધામણી આ રીતે આપી સુનીલ ગ્રોવરે કે લોકો થયા નારાજ

Published: Oct 25, 2019, 20:15 IST | મુંબઈ ડેસ્ક

સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો, જેને કારણે સુનીલ ગ્રોવરને ટ્વીટ ડિલીટ કરવો પડ્યો.

દેશ આખામાં ધનતેરસનો તહેવાર ઉજવાઇ રહ્યો છે. લોકો એકબીજાને વધામણી અને શુભેચ્છાઓ આપી રહ્યા છે. કૉમિક એક્ટર સુનીલ ગ્રોવરે પણ ધનતેરસની શુભેચ્છાઓ આપી, પણ આ કારણે તે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થયો, જેને કારણે સુનીલ ગ્રોવરને ટ્વીટ ડિલીટ કરવો પડ્યો.

હકીકતે, સુનીલ ગ્રોવરે ટ્વીટમાં લખ્યું હતું કે, "Happy Dhanteras to all (Even to PMC account holders)...." સુનીલ ગ્રોવરે બધાંને શુભેચ્છાઓ આપી, પણ બ્રેકેટમાં તેણે પીએમસી બેન્કના ખાતાધારકોનો ઉલ્લેખ કરી દીધો, જેના કારણે યૂઝર્સ તેના પર નારાજ થવાના શરૂ થઈ ગયા. સુનીલને પોતાની ભૂલ સમજાઈ અને તેણે ટ્વીટ ડિલીટ કરી દીધો.

Sunil Grovers Tweet

જો કે ત્યાં સુધી અનેક યૂઝર્સ આ વાંચી ચૂક્યા હતા અને તેમણે સુનીલ ગ્રોવરને ટ્રોલ કરવાનું શરૂ પણ કરી દીધું હતું. કોઇકે તેને બ્રૂટલ કહ્યો તો કોઇકે તેને ખરાબ જોક ગણાવ્યો. એક યૂઝરે તો પ્રશ્ન કર્યો કે તમારી સાથે શું ખોટું થયું છે?

સુનીલ ગ્રોવરની સોશિયલ મીડિયામાં જબરજસ્ત ફેનફોલોઇંગ છે અને લોકો તેને ખૂબ જ પસંદ પણ કરે છે. સોશિયલ મીડિયા પર સુનીલ ઘણીવાર મજાક જેવી વાતો લખતો હોય છે, જેને તેના ચાહકો ખૂબ જ પસંદ કરે છે લાઇક કરે છે અને રીટ્વીટ પણ કરે છે. પરંતું ધનતેરસની વધામણીમાં સુનીલ ક્યાંક થાપ ખાઈ ગયો.

સુનીલ આ વર્ષે ભારતમાં સલમાન ખાન સાથે જોવા મળ્યો હતો. બિગબૉસ 13ના એક એપિસોડમાં પણ તેણે પોતાની હાજરી નોંધાવી હતી, જેમાં ઘરવાળા સાથે તે રમત રમતો જોવા મળ્યો હતો. કપિલ શર્મા શૉમાંથી છૂટા પડ્યા પછીથી સુનીલ ગ્રોવર ફિલ્મોમાં દેખાઇ રહ્યો છે. 2018માં તે પટાખામાં પણ મુખ્ય સ્ટાર કાસ્ટનો ભાગ રહ્યો હતો.

આ પણ વાંચો : જુઓ અંબાણી પરિવારની ભવ્ય દિવાળીની ઊજવણીની શરૂઆત

ચાહકો આજે પણ સુનીલને ધ કપિલ શર્મા શૉમાં જોડાવાની રિક્વેસ્ટ કરતાં હોય છે. આ શૉમાં સુનીલ પહેલા ગુત્થી અને પછી ડૉ. મશહૂર ગુલાટી અને રિંકૂ દેવીનું પાત્ર ભજવીને દર્શકોનું ખૂબ મનોરંજન કર્યું હતું. આ પાત્ર આજે પણ તેના ચાહકોના મનમાં જીવંત છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK