Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > કપિલ શર્મા શૉમાં ડૉ. ગુલાટીની વાપસી ! સલમાન ખાને અસંભવ કામ કરી બતાવ્યું

કપિલ શર્મા શૉમાં ડૉ. ગુલાટીની વાપસી ! સલમાન ખાને અસંભવ કામ કરી બતાવ્યું

26 June, 2019 02:47 PM IST |

કપિલ શર્મા શૉમાં ડૉ. ગુલાટીની વાપસી ! સલમાન ખાને અસંભવ કામ કરી બતાવ્યું

કપિલ શર્મા શૉમાં ડૉ. ગુલાટીની વાપસી

કપિલ શર્મા શૉમાં ડૉ. ગુલાટીની વાપસી


કોમેડી કિંગ કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની જોડીનો જાદુ ભલે લાંબા સમય સુધી ન ચાલ્યો પરંતુ બન્નેની કોમેડીની જુગલબંધી આજે પણ કોઈ ભૂલ્યું નથી અને આ જ કારણ છે કપિલ શર્મા અને સુનીલ ગ્રોવરની જુગલબંધી જોવા માટે દર્શકો રાહ જોતા રહ્યા છે. સલમાન ખાને આ પહેલા પણ આ બન્ને સ્ટારને એકમંચ પર લાવવાની જવાબદારી ઉપાડી હતી. પરંતુ તે સફળ રહ્યા હતા નહી.

સલમાન ખાને અસંભવ કામને સંભવ કરી બતાવ્યું



મળી રહેલ રિપોર્ટ્સ અનુસાર બોલીવુડના સુલ્તાન સલમાન ખાને અસંભવ કામને સંભવ કરી બતાવ્યું છે. સલમાન ખાને ઉપાડેલી જવાબદારી પૂરી કરી હોય તેવુ લાગી રહ્યું છે. સલમાન ખાન સુનીલ ગ્રોવરને કપિલ શર્મા શૉમાં પાછા લાવવાની તૈયારી કરી દીધી છે. રિપોર્ટ્સ અનુસાર, જ્યારે આ ખબર વિશે કપિલ શર્મા સાથે વાત કરવામાં આવી તો તેમનો જવાબ હતા કે, 'અત્યાર સુનીલ ગ્રોવર તેમના પ્રોજેક્ટ્સમાં વ્યસ્ત છે. પ્રોજેક્ટ્સ પૂરા થશે એટલે તે શૉ જોઈન કરી લેશે.'


કપિલ શર્મા અને સુનિલ ગ્રોવર વચ્ચે મતભેદ થતા બંને અલગ થયા હતા

કપિલ શર્માએ સાફ ઈશારો કર્યો છે કે, 'સુનિલ ગ્રોવર ફરી એકવાર ધ કપિલ શર્મા શૉ સાથે જોડાવા માટે તૈયાર છે.' સુનીલ અને કપિલ વચ્ચે ફ્લાઈટમાં થયેલો વિવાદ જગજાહેર છે આ વિશે એક ઈન્ટરવ્યૂમાં સુનીલને પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે, 'જે થયું એ થવું ન થયું હોત તો સારુ હોત. કપિલ શર્મા શૉએ મને એક અલગ ઓળખાણ આપી છે. જ્યારે શૉ છોડ્યો ત્યારે લાગ્યું હતું કે હું તક ગુમાવી રહ્યો છું. પરંતુ ત્યારે શૉ છોડવો યોગ્ય હતો. ભગવાન પર ભરોસો હતો જેણે આટલુ આપ્યું તે આગળ પણ સાચવશે.'


આ પણ વાંચો: કરિશ્મા કપૂરનો જોવા મળ્યો બોલ્ડ અંદાજ, મનાવી રહી છે લંડનમાં વેકેશન

કપિલ શર્મા અને સુનીલ ગ્રોવર વચ્ચે થયેલા વિવાદના કારણે શૉની સાથે સાથે દર્શકોના પણ દિલ ટૂટ્યા હતા. જો કે હવે સલમાન ખાને કરેલો વાયદો નિભાવતા માનવામાં આવી રહ્યું છે કે, સુનીલ ગ્રોવરની શૉમાં એન્ટ્રી લગભગ નક્કી છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 02:47 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK