સુનીલ ગ્રોવરે શેર કર્યો કેટી પેરી સાથેનો મૉર્ફ કરેલો ફોટો, કેટરીનાએ આપ્યું આવું રીએક્શન

Published: Nov 16, 2019, 15:22 IST | Mumbai

કોમેડિયન સુનીલ ગ્રોવરે હોલીવુડ સિંગર કેટી પેરી સાથેનો મૉર્ફ કરેલો ફોટો શેર કર્યો છે. જેના પર કેટરીના કૈફે આવી રીતે રીએક્ટ કર્યું છે.

સુનિલ ગ્રોવર
સુનિલ ગ્રોવર

ફિલ્મ ભારતથી બોલીવુડ ફિલ્મોમાં ડેબ્યૂ કરનાર અભિનેતા સુનીલ ગ્રોવરે સોશિયલ મીડિયા પર એક ફોટો શેર કર્યો છે. જેમાં તે કેટી પેરી સાથે નજર આવી રહ્યા છે. જો કે આ તસવીર ઓરિજિનલ નથી અને તે મજાકિયા અંદાજમાં મૉર્ફ કરીને શેર કર્યો છે. પોતાના કૉમિક ટાઈમિંગ અને મજાકિયા અંદાજ માટે જાણીતા સુનીલ ગ્રોવરે પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીર શેર કરી છે, જે તમને હસાવશે.

જો કે કેટી પેરીની સાથે સુનીલ નથી, એના બદલે, આ એક મૉર્ફ કરેલો ફોટો છે. જી હા, સુનીલ કેટી પેરીને ન મળ્યા પરંતુ પોતાના મજાકિયા અંદાજમાં તેમણે એક ફોટોશોપ કરેલી તસવીર પોસ્ટ કરી છે. જેનો બોલીવુડ સેલેબ્સે મજાક ઉડાવી છે. સુનીલ ગ્રોવરે ફોટો શેર કરીને કમેન્ટ કરી છે કે, 'બધાની જેમ હું પણ કેટી પેરીની સાથે છું. તે ખૂબ જ સારી અને વિનમ્ર છે.' સુનીલની આ પોસ્ટ પર અનેક બી-ટાઉન સેલેબ્લે રીએક્ટ કર્યું છે. જેના પર કેટરીના કૈફે પણ રીએક્ટ કર્યું છે.

 
 
 
View this post on Instagram

Like everyone else I am also with @katyperry . She is very colourful and humble.

A post shared by Sunil Grover (@whosunilgrover) onNov 15, 2019 at 1:26am PST


તેણે હસતો ઈમોજી મુક્યો છે. લોકપ્રિય પૉપ-સ્ટાર કેટી પેરી ભારતમાં એક કોન્સર્ટ માટે આવી છે, જે કાલે પુરો થશે. એ સિવાય કરણ જોહરે કેટી પેરીના સન્માનમાં એક ખાસ રાખી અને અનેક બોલીવુડના સિતારાઓએ તેમાં ભાગ લીધો.

પાર્ટીમાં અનન્યા પાંડે, શાહિદ કપૂર, કિયારા આડવાણી, મલાઈકા અરોરા, અર્જુન કપૂર, ઐશ્વર્યા રાય બચ્ચન, જૈકલી, આલિયા ભટ્ટ, શનાયા કપૂર, અભિષેક બચ્ચન, નેહા ધૂપિયા જેવા સેલેબ્સે કેટી પેરી સાથે પોતાની તસવીરો શેર કરી છે.

Loading...
 
 
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK