સુનિલ ગ્રોવર પર છોકરીઓ થઈ રહી છે ફિદા, જાણો શું છે કારણ

Published: Jul 10, 2019, 18:43 IST | મુંબઈ ડેસ્ક

ફિલ્મ ભારતની રિલીઝ બાદ સુનિલ ગ્રોવરના ફેન ફોલોઇંગમાં મહિલાઓની સંખ્યા વધી ગઈ છે.

સુનિલ ગ્રોવર
સુનિલ ગ્રોવર

ફિલ્મ ભારતમાં કામ કરવાનો લાભ કમેડિયન સુનિલ ગ્રોવરને હવે મળ્યો હોય તેવું લાગે છે. સુનિલ ગ્રોવરની લોકપ્રિયતા મહિલાઓમાં વધવાને કારણે તેનો હરખ સમાતો નથી. હાલમાં જ આવેલા એક સર્વે પ્રમાણે ફિલ્મ ભારત રિલીઝ થઈ અને બૉક્સ ઑફિસ પર જબરજસ્ત કમાણીનો લાભ ફિલ્મના અન્ય કલાકારો સાથે સુનિલ ગ્રોવરને મળતો દેખાય છે. અને તેની ફોન ફોલોઇંગ મહિલાઓમાં વધી ગઈ છે.

નોંધનીય છે કે સુનિલ ગ્રોવર સિવાય ભારતમાં સલમાન ખાન અને કેટરિના કેફ પણ મુખ્ય ભૂમિકામાં હતી. આ ફિલ્મમાં સુનિલ ગ્રોવરે સલમાન ખાનના ખાસ મિત્રની ભૂમિકા ભજવી છે. આ ફિલ્મ દર્શકોને ખૂબ જ પસંદ આવી છે. આ ફિલ્મમાં કામ કરવાનો ફાયદો હવે સુનિલ ગ્રોવરને આ રીતે થઈ રહ્યો છે કે તેના અભિનયની ક્ષમતા સિવાય હવે તે મહિલાઓમાં પણ લોકપ્રિય થઈ રહ્યો છે.

તાજેતરમાં જ આવેલા સમાચાર પ્રમાણે સુનિલ ગ્રોવરને ફિલ્મ ભારતના રિલીઝ પછી એકાએક મહિલાઓ તરફથી મળતી અટેન્શનમાં વધારો થઈ ગઈ છે. ત્યાર બાદ તેને સમજાતું નથી કે આવી બાબતોનો સામનો કઈ રીતે કરવો. એક ઇન્ટરવ્યૂમાં સુનિલ ગ્રોવરે માન્યું કે તેને નથી સમજાતું કે તેને મળતી અટેન્શનનો સામનો તે કેવી રીતે કરે.

સુનિલે આગળ એ પણ કહ્યું કે તેની વખાણ કરવામાં મહિલાઓ મોખરે છે અને બધા જ ફિલ્મમાંના તેના લૂક અને અભિનયની પ્રશંસા કરે છે. જ્યારે આવી પરિસ્થિતિમાં તેણે શું કરવું તેનો ખ્યાલ તેને મુંઝવતો હોય છે. 

આ પણ વાંચો : આ અભિનેત્રીઓએ ક્યારેય નથી છુપાવી પોતાની ગર્ભાવસ્થા, જુઓ હોટ તસવીરો

ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'ભારત' ઈદના મોકા પર દેશના 4,700 સ્ક્રિન્સ અને વિદેશમાં 1300 સ્ક્રિન્સ પર રિલીઝ કરવામાં આવી હતી. 'ભારત' આ 2019માં સૌથી વધુ કમાણી કરનારી બીજી ફિલ્મ બની ગઈ છે. વિક્કી કૌશલની ઉરી હુમલા પર બનેલી ફિલ્મ 'ધ સર્જિકલ સ્ટ્રાઈક' આ વર્ષે કમાઈના મામલે ટોપ પર છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK