Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુનીલ ગ્રોવરને આ કારણથી ડ્રામા કૉમ્પિટિશનમાં ભાગ લેવાની ના પાડી હતી

સુનીલ ગ્રોવરને આ કારણથી ડ્રામા કૉમ્પિટિશનમાં ભાગ લેવાની ના પાડી હતી

03 August, 2019 01:20 PM IST | મુંબઈ

સુનીલ ગ્રોવરને આ કારણથી ડ્રામા કૉમ્પિટિશનમાં ભાગ લેવાની ના પાડી હતી

સુનીલ ગ્રોવર

સુનીલ ગ્રોવર


કોઈપણ કલાકારનો ટેલેન્ટ વધારે હોય કે એને સ્કૂલમાં સ્પર્ધામાં ભાગ લેવા ના પાડી દીધી હોય, તો કેવું લાગે. પરંતુ એવું થયું છે પ્રખ્યાત કલાકારની સાથે જે લોકોને ઘણું હંસાવે છે અને દર્શકોનું મનોરંજન કરે છે. આપણે વાત કરી રહ્યા છે કૉમેડિયન અને એક્ટર સુનીલ ગ્રોવરની. આજે સુનીલ ગ્રોવર 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે.

સુનીલ ગ્રોવરને લઈને આ વાત સાચી છે કે એમને 12મી ગ્રેડ દરમિયાન ડ્રામા કૉમ્પીટિશનમાં હિસ્સો લેવાથી ઈન્કાર કર્યો હતો. કારણ એ હતું કે એમનું ટેલેન્ટ વધારે છે જેનાથી બીજા પાર્ટિસિપેટ્સ સાથે ખોટું થશે. હાલમાં આ વિષયમાં સુનીલ ગ્રોવરે પોતે જ માહિતી આપી હતી. હકીકતમાં હ્યૂમન્સ ઑફ બૉમ્બે ઈન્સ્ટાગ્રામ પર સુનીલ ગ્રોવરના જીવનથી જોડાયેલી કેટલીક વાતોને શૅર કરવામાં આવી છે જે સુનીલ ગ્રોવરે પોતે લખી છે.



પહેલી જ લાઈનમાં સુનીલે આ વિષયમાં જાણકારી આપી છે. સુનીલ જણાવે છે કે હંમેશા એક્ટિંગ અને લોકેને હંસાવવામાં સારો રહ્યો છું. મને યાદ છે કે 12મી ગ્રેડમાં મેં ડ્રામા કૉમ્પીટિશનમાં હિસ્સો લીધો હતો. પરંતુ ચીફ ગેસ્ટે મને આ કૉમ્પીટિશનમાં પાર્ટિસિપેટ કરવાની ના પાડી દીધી હતી. એમણે કારણ જણાવ્યું હતું કે જો સુનીલ કૉમ્પીટિશનમાં ભાગ લેશે તો બીજા લોકો સાથે સારૂં નહીં થાય.


આ પણ જુઓ : Alisha Prajapati: આ ગુજ્જુ ગર્લ થિયેટર આર્ટિસ્ટમાંથી બની ફિલ્મ સ્ટાર

તમને જણાવી દઈએ કે સુનીલ ગ્રોવર હંમેશા લોકોને હંસાવતા આવ્યા છે. ધ કપિલ શર્મા શૉ અને કૉમેડી નાઈટ્સ વિથ કપલમાં એમણે ગુત્થી બનીને તો ક્યારે ગુલાટી બનીને લોકોને ઘણા હંસાવ્યા છે. હાલમાં જ તે સલમાન ખાન અને કેટરિના કૈફ સ્ટારર ફિલમ ભારતમાં મહત્વની ભૂમિકામાં નજર આવ્યા હતા. આ ફિલ્મમાં પણ એમની એક્ટિંગના ઘણા વખાણ થયા હતા.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2019 01:20 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK