Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સુનીલ ગ્રોવરનું દુઃખ, કહ્યું "ન હે હમ અમિતાભ ઓર ન કિસી હીરો કે બચ્ચે.."

સુનીલ ગ્રોવરનું દુઃખ, કહ્યું "ન હે હમ અમિતાભ ઓર ન કિસી હીરો કે બચ્ચે.."

26 January, 2019 05:46 PM IST |

સુનીલ ગ્રોવરનું દુઃખ, કહ્યું "ન હે હમ અમિતાભ ઓર ન કિસી હીરો કે બચ્ચે.."

સુનીલ ગ્રોવર (ફાઈલ ફોટો)

સુનીલ ગ્રોવર (ફાઈલ ફોટો)


સુનીલ ગ્રોવરે તેની કૉમેડીને કારણે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. સુનીલ ગ્રોવર ગુત્થી અને ડૉક્ટર મશહુર ગુલાટીના પાત્રને કારણે તે પોતાના ફેન્સમાં ખૂબ જ લોકપ્રિયતા મેળવી શક્યો છે. 

 
 
 
View this post on Instagram

With the star cast of #sonchiriya Tom in #kanpurwaalekhuranas at 10 pm on @starplus ❤️

A post shared by Sunil Grover (@whosunilgrover) onJan 25, 2019 at 6:40am PST




પોતાની કૉમેડીને કારણે તે આગવી ઓળખ ધરાવે છે. સુનીલ ગ્રોવરનું ગુત્થીનું પાત્ર અને ડૉક્ટર મશહુર ગુલાટીનું પાત્ર તેના ફેન્સમાં ખૂબ લોકપ્રિય છે. હાલમાં સુનીલ ગ્રોવર ટેલીવિઝન પર "કાનપુરવાલે ખુરાનાઝ"માં કૉમેડીનો જબરદસ્ત તડકો લગાવી રહ્યો છે. સુનીલ ગ્રોવરે કૉમેડી શૉના આગામી ઍપિસોડમાં મજાક-મજાકમાં ખૂબ જ મોટી અને ઊંડી વાત કરી દીધી. સુનીલ ગ્રોવરના શૉમાં આ અઠવાડિયે "સોનચિડિયા"ની ટીમ આવશે.

 
 
 
View this post on Instagram

With Jija ji #sonchiriya stars on @starplus Tom night at 10 pm #kanpurwaalekhuranas @sushantsinghrajput @bhumipednekar #manojbajpayee

A post shared by Sunil Grover (@whosunilgrover) onJan 25, 2019 at 6:42am PST


 સુનીલ ગ્રોવરના "કાનપુરવાલે ખુરાનાઝ"માં "સોનચિડિયા"ના એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને ભૂમિ પેડણેકર જોવા મળશે. સ્ટાર પ્લસના આ શૉના કેટલાક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. એક પ્રોમોમાં સુનીલ ગ્રોવર દુલ્હાના કપડાંમાં છે અને સ્ટાર્સ સાથે મસ્તી કરતો જોવા મળે છે. સુનીલ ગ્રોવર કહે છે, "ન હમ અમિતાભ ઓર ન કિસી હીરો કે બચ્ચે, હમ ભીગે ભાગે અચ્છે...."

આ પણ વાંચો : પહેલી વાર સોલો ઍન્કરિંગ કરતી જોવા મળશે દિવ્યાંકા ત્રિપાઠી દહિયા

સુનીલ ગ્રોવર બૉલીવુડમાં પણ કેટલાક પ્રોજેક્ટ્સ પર કામ કરે છે. સુનીલ ગ્રોવરની આગામી ફિલ્મ સલમાન ખાન સાથે છે. તે સલમાન સાથે "ભારત"માં કામ કરી રહ્યો છે અને ફિલ્મનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. "ભારત"ની શુટિંગ દરમિયાન સલમાન અને કેટરીને કૈફે સુનીલ ગ્રોવરને કેમેરામાં કેદ કર્યું હતું, અને તેમના વીડિયો અને ફોટોઝ વાયરલ પણ થયા હતા.

Whatsapp-channel Whatsapp-channel

26 January, 2019 05:46 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK