'તારક મેહતા'ની અંજલી ભાભીએ આ રીતે ઉજવ્યો રિયલ પતિનો જન્મદિવસ,ફોટો વાયરલ

Published: 24th January, 2021 14:16 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

બન્નેની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

ફાઇલ ફોટો
ફાઇલ ફોટો

સુનૈનાએ થોડોક સમય પહેલા જ શૉમાં એન્ટ્રી કરી છે. છતાં દર્શકો સાથે તેમનો ખાસ સંબંધ બની ગયો છે. દર્શકોએ અંજલી ભાભી તરીકે સુનૈનાને ખૂબ જ પ્રેમ અને સન્માન આપ્યો છે. અને તેમની એક્ટિંગના પણ વખાણ કર્યા છે. શૉની સાથે-સાથે સુનૈના પોતાની પર્સનલ લાઇફને લઈને પણ ચર્ચાઓમાં છવાયેલી રહે છે.

સુનૈનાએ સોશિયલ મીડિયા પર શૅર કરી પતિ સાથેની તસવીરો
તાજેતરમાં જ સુનૈનાએ સોશિયલ મીડિયા પર પતિ કુણાલ ભંબવાની સાથેની કેટલીક ખૂબ જ સુંદર અને રસપ્રદ તસવીરો શૅર કરી છે. ફોટોઝમાં બન્નેની જોડી ખૂબ જ સુંદર લાગી રહી છે. આ ફોટોઝ સુનૈનાએ કુણાલના બર્થડે પર બધા સાથે શૅર કરી છે. બન્નેની તસવીરો ચાહકોને ખૂબ જ પસંદ આવી રહી છે. સોશિયલ મીડિયા પર આ તસવીરો ઝડપથી વાયરલ થઈ રહી છે.

પતિ માટે લખ્યો પ્રેમાળ સંદેશ
સુનૈનાએ ફોટોઝ સાથે કુણાલ માટે એક રોમાંટિક કૅપ્શન પણ લખ્યું છે. તેમણે લખ્યું કે, તને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ કુણાલ. ચિયર્સ બધાં પાગલપણાં માટે, ટ્રાવેલ, અને એ મસ્તીભર્યા સમય માટે અને અનેક સ્મૃતિઓ બનાવવા માટે. તારી માટે વજન ન વધે તેવા ઘણાં બધા ડેઝર્ટ, અનેક જગ્યાએ ફરો અને ટ્રાવેલ કરો જેના તમે સપના જોયા છે...

 
 
 
View this post on Instagram

A post shared by Sunayana Fozdar (@sunayanaf)

લગ્ન પહેલા 3 વર્ષ કર્યું એકબીજાને ડેટ
જણાવવાનું કે કુણાલ અને સુનૈના લગ્ન પહેલા જ લગભગ ત્રણ વર્ષ સુધી એક-બીજા સાથે રિલેશનશિપમાં હતા. પછી બન્નેએ 12 માર્ટ 2016માં લગ્ન કરી લીધા. લગ્ન સીક્રેટ રાખવામાં આવ્યા હતા. જેમાં ફક્ત નજીકના સંબંધીઓ સામેલ થયા હતા.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK