હ્રિતિકની બહેન સુનૈના રોશનના બૉયફ્રેન્ડે રોશન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપો

Published: Jun 25, 2019, 12:48 IST | મુંબઈ

હ્રિતિક રોશનની બહેન સુનૈના રોશનના બૉયફ્રેન્ડ રોશન પરિવાર પર ગંભીર આરોપ લગાવ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રોશન પરિવાર ચર્ચામાં છે.

સુનૈના રોશનના બૉયફ્રેન્ડે રોશન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપો
સુનૈના રોશનના બૉયફ્રેન્ડે રોશન પરિવાર પર લગાવ્યા ગંભીર આરોપો

રાકેશ રોશનનો પરિવાર છેલ્લા કેટલાક દિવસોથી સમાચારોમાં છવાયેલો છે. તેમના ચર્ચામાં રહેવાનું કારણ છે તેમની દીકરી સુનૈના. સુનૈના ખુલીને પોતાના પરિવાર સામે આવી ગઈ છે. સુનૈનાએ જણાવ્યું હતું કે જ્યારે તેમણે રાકેશ રોશનને પોતાના બૉયફ્રેન્ડ રૂહેલના વિશે કહ્યું તો તેમણે સુનૈનાને થપ્પડ મારી દીધી. એટલું જ નહીં તેમણે રૂહેલને આતંકવાદી પણ કહી દીધો.

હવે આ મામલે સુનૈનાનો બૉયફ્રેન્ડ રૂહેલ પણ સામે આવ્યો છે. રૂહેલ વ્યવસાયે પત્રકાર છે. રૂહેલે ન માત્ર સુનૈનાને સપોર્ટ કર્યો છે પરંતુ રોશન પરિવાર પર ગંભીર આરોપો લગાવ્યો છે. એક વેબસાઈટ સાથે વાત કરતા રૂહેલે કહ્યું કે, કોઈને માત્ર ધર્મના આધાર પર આતંકવાદી કહેવું અપમાનજનક છે. હું તેની નિંદા કરું છું.

 
 
 
View this post on Instagram

Weekend is here and it's time for some BFF moments!!

A post shared by RUHAIL (@ruhail.amin) onJun 14, 2019 at 1:04pm PDT


રૂહેલે કહ્યું કે, આ દોસ્તીને લવ-જેહાદનો એંગલ આપવામાં આવી રહ્યો છે. સુનૈનાના માતા-પિતા રાકેશ રોશન અને પિંકી રોશન આ સંબંધથી ખુશ નથી. તેમને અમારી મિત્રતાથી વાંધો છે. એટલે તેઓ આ સંબંધને સ્વીકાર નથી કરી રહ્યા. મને જાણવામાં મળ્યું છે કે સુનૈનાની સુરક્ષા વધારી દેવામાં આવી છે. જ્યારે સુનૈનાએ મને આ વિશે જણાવ્યું ત્યારે મને પહેલા તો ખૂબ જ હસવું આવ્યું, મને વિશ્વાસ ન થયો પણ આ જ સત્ય છે.

ખુદ તો આતંકવાદી કહેવામાં આવવાના મામલે રૂહેલે કહ્યું કે, કોઈને માત્ર તેના ધર્મના આધાર પર આતંકવાદી કરાર આપી દેવું ખોટું છે. આવી માનસિકતાને બદલવી જોઈએ. સુનૈના ફરીથી પોતાની જિંદગી સકારાત્મક રીતે શરૂ કરવા માંગે છે. તે ચાહે છે કે તેનો પરિવાર તેને સહારો આપે.

આ પણ વાંચોઃ હ્રિતિકની પૂર્વ પત્ની સુઝૈને પણ કહ્યું,'સુનૈના ઠીક નથી, પરિવારનું સન્માન કરો

રૂહેલને જ્યારે એ સવાલ કરવામાં આવ્યો કે ઋતિક રોશને પણ તો મુસ્લિમ યુવતી સુઝેન સાથે લગ્ન કર્યા હતા તો પછી તમારા સંબંધોમાં સમસ્યા કેમ આવી રહી છે? તેના પર રૂહેલે કહ્યું કે, આ તો દરેક લોકો જોઈ શકે છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK