Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > વેબ સિરીઝ > આર્ટિકલ્સ > ભૂત જૂઓ ભાઈ, ભૂત...

ભૂત જૂઓ ભાઈ, ભૂત...

14 May, 2020 06:40 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભૂત જૂઓ ભાઈ, ભૂત...

ભૂત જૂઓ ભાઈ, ભૂત...


તમારો કામધંધો બગડી ગયો છે, નવું કશું તમારી પાસે રહ્યું નથી. ત્રણ મહિના જેલમાં રહ્યા છો એટલે હવે તમને કોઈ નવું કામ આપવાનું પણ નથી. આવા સમયે જીવન જીવવા માટે તમે એક એવું કામ હાથમાં લો છો જે કામ પૂરું કરવા જતાં પરસેવો છૂટી જાય છે. હા, હવે તમે ભૂત દેખાડવાના છો અને હૉન્ટેડ અનુભવના નામે તમે દુનિયાને મૂરખ પણ બનાવવાના છો, પણ આવું કરવા જતાં સાચાં ભૂતો આવી જાય છે. આજથી MX પ્લેયર પર રિલીઝ થતી ‘ઑફિશ્યલ ભૂતિયાગીરી’ વેબ-સિરીઝની આ વાર્તા છે અને આ વાર્તામાં ભારોભાર થ્રિલ અને કૉમેડી છે.

‘ઑફિશ્યલ ભૂતિયાગીરી’ ‘ઑફિશ્યલ’ સિરીઝની ત્રીજી સીઝન છે. આ અગાઉ ‘ઑફિશ્યલ સીઈઓગીરી’ આવી હતી અને એની પહેલાં ‘ઑફિશ્યલ ચુકિયાગીરી’ આવી હતી. આ બન્ને સિરીઝનો લીડ સ્ટાર સુમીત વ્યાસ હતો. આ સિરીઝમાં પણ સુમીત વ્યાસે દિલવાર રાણાનું કૅરૅક્ટર કર્યું છે. બીજી સિરીઝમાં જેલમાં ગયેલો દિલાવર અહીં પાછો આવે છે અને પોતાનું નાનપણ જ્યાં વીત્યું છે એ ઘરને હેરિટેજ અને હૉન્ટેડ રિસૉર્ટમાં કન્વર્ટ કરીને પ્રવાસીઓને આકર્ષવાનું કામ કરે છે પણ એમાં જ તે ઊલમાંથી ચૂલમાં પડે છે.


Whatsapp-channel Whatsapp-channel

14 May, 2020 06:40 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK