Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > ઇમલીની ઈમલી શું કામ કહે છે પપ્પાને થેન્ક્યુ?

ઇમલીની ઈમલી શું કામ કહે છે પપ્પાને થેન્ક્યુ?

11 January, 2021 03:45 PM IST | Mumbai
Rashmin Shah | rashmin.shah@mid-day.com

ઇમલીની ઈમલી શું કામ કહે છે પપ્પાને થેન્ક્યુ?

સુમ્બુલ તૌકિર ખાન

સુમ્બુલ તૌકિર ખાન


બ્રોડકાસ્ટ ઓડિયન્સ રીચર્સ કાઉન્સિલે જાહેર કરેલા ડેટા મુજબ, ટોચના પાંચ શોમાં બીજા નંબરે પહોંચી ગયેલા સ્ટાર પ્લસના શો ‘ઇમલી’ની ઇમલી એટલે કે સુમ્બુલ તૌકિર ખાને ટીઆરપીની આ છલાંગ માટે તેના પપ્પાનો આભાર માન્યો હતો અને કહ્યું હતું કે એના પપ્પા વિના આ શો શક્ય નહોતો બનવાનો. વાત અજુગતી લાગે પણ એમ છતાં સુમ્બુલની વાતને માન પણ આપવું પડે એવી વાત સુમ્બુલે ગઈકાલે કહી હતી. સુમ્બુલે કહ્યું હતું કે, ‘મારી એક્ટ‌િંગની ખ્વાહિશને જોઈને જ મારા પપ્પાએ દિલ્હી છોડીને મુંબઈ સેટલ થવાનું નક્કી કર્યુ અને ત્રણ વર્ષ પહેલાં જ અમે મુંબઈ રહેવા આવ્યા. આજે પણ અમારી સ્ટ્રગલ આ શહેર સાથે ચાલુ છે પણ પપ્પા જરા પણ ‌હિમંત હાર્યા નથી અને અમને પણ એ જ સમજાવે છે કે નવા શહેરમાં સ્ટ્રગલ રહેવાની જ છે. આજે મારા પપ્પા જ મને સવારે જગાડે, લંચ બોક્સ તૈયાર કરી આપે અને શૂટ પર રવાના કરે.’

સુમ્બુલના પપ્પા અને તેની મમ્મીના તલાક થઈ ગયા છે. સુમ્બુલ અને તેની બહેનને એના પપ્પા જ પોતાની સાથે રાખે છે. સુમ્બુલ કહે છે, ‘અમ્મી પણ એ જ અને અબ્બા પણ એ જ. પપ્પા કોઈ વાતમાં અમને એકલાં નથી પડવા દેતાં. શરૂઆતમાં તો ઓડિશન આપવા જઈએ અને મોડું થઈ જાય તો પપ્પા અડધા રસ્તે અમને સામે લેવા આવે. મારે કહેવું જ પડે કે અમે જે કંઈ છીએ એ અમારા પપ્પાને લીધે છીએ.’


Whatsapp-channel Whatsapp-channel

11 January, 2021 03:45 PM IST | Mumbai | Rashmin Shah

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK