Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > ટેલિવિઝન સમાચાર > આર્ટિકલ્સ > સ્કીન કલર પર કમેન્ટ્સ કરતા લોકોને સુહાના ખાને જડબાતોડ જવાબ આપ્યો

સ્કીન કલર પર કમેન્ટ્સ કરતા લોકોને સુહાના ખાને જડબાતોડ જવાબ આપ્યો

30 September, 2020 02:02 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

સ્કીન કલર પર કમેન્ટ્સ કરતા લોકોને સુહાના ખાને જડબાતોડ જવાબ આપ્યો

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ

તસવીર સૌજન્ય: ઈન્સ્ટાગ્રામ


બૉલીવુડના સેલેબ્ઝની જેમ તેમના બાળકો પણ હંમેશા ચર્ચામાં રહેતા હોય છે. બૉલીવુડના 'કિંગ ખાન' ગણાતા શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની પુત્રી સુહાના ખાન (Suhana Khan) પણ હંમેશા ચર્ચામાં જ રહે છે. સુહાના ખાન ભલે ફિલ્મોથી દુર હોય પણ સોશ્યલ મીડિયામાં તે બહુ એક્ટિવ હોય છે. જેટલો પ્રેમ કોઈ બૉલીવુડ સેલેબ્રિટીની મળે છે તેટલો જ પ્રેમ તેને પણ મળે છે. પ્રેમની સાથે સાથે હેટર્સ કમેન્ટ્સ પણ કરતા હોય છે. હેટર્સ તેના સ્કીન કલર, કપડા અને ફિગર પર કમેન્ટ્સ કરતા હોય છે. સતત સ્કીન કલર પર કમેન્ટ્સ કરતા લોકોને સુહાના ખાને જડબાતોડ જવાબ આપ્યો છે.

સુહાના ખાને તાજેતરમાં સોશ્યલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી છે. જેમાં તેણે તેના સ્કીન કલરને લઈને મજાક ઉડાવવા મામલે લોકોને જડબાતોડ જવાબ આપ્યો છે. સુહાના ખાને પોતાના ઈન્સ્ટાગ્રામમાં એક તસવીર શૅર કરી છે અને સાથે જ કેટલીક કૉમેન્ટની તસવીરો પણ પોસ્ટ કરી છે. સાથે જ તેણે લખ્યું છે કે, 'અત્યારે ઘણું બધું ચાલી રહ્યું છે અને આ તે મુદ્દાઓમાંનો એક છે જેણે આપણે સુધારવાની જરૂર છે. આ ફક્ત મારા વિશે નથી, આ દરેક યુવાન છોકરી અને છોકરા વિશે છે જે કોઈપણ  કારણ વગર હીન ભાવના સાથે મોટા થયા છે. જ્યારે હું 12 વર્ષની હતી, ત્યારે મને કહેવામાં આવ્યું હતું કે મારી સ્કીનને લીધે હું બદસૂરત છું. આવું કહેવામાં મોટા પુરુષો અને સ્ત્રીઓ સામેલ છે'.



 
 
 
View this post on Instagram

There's a lot going on right now and this is one of the issues we need to fix!! this isn't just about me, it's about every young girl/boy who has grown up feeling inferior for absolutely no reason. Here are just a few of the comments made about my appearance. I've been told I'm ugly because of my skin tone, by full grown men and women, since I was 12 years old. Other than the fact that these are actual adults, what's sad is that we are all indian, which automatically makes us brown - yes we come in different shades but no matter how much you try to distance yourself from the melanin, you just can't. Hating on your own people just means that you are painfully insecure. I'm sorry if social media, Indian matchmaking or even your own families have convinced you, that if you're not 5"7 and fair you're not beautiful. I hope it helps to know that I'm 5"3 and brown and I am extremely happy about it and you should be too. #endcolourism

A post shared by Suhana Khan (@suhanakhan2) onSep 29, 2020 at 9:10am PDT


તેણે વધુમાં લખ્યું છે કે, 'આપણે બધા ભારતીય મૂળભૂત રીતે બ્રાઉન રંગના જ છીએ. હા, આપણે જુદા જુદા શેડમાંથી આવ્યા છીએ, પરંતુ તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે મેલનિનને પોતાનાથી અલગ કરવાની કેટલી કોશિશ કરી. આપણા પોતાના લોકોની નફરત બતાવે છે કે તમે કેટલા અસુરક્ષિત છો. આ તે લોકો માટે છે જે હિંદી નથી બોલતા. હું તેમને જણાવી દઉં કે કાળાને અંગ્રેજીમાં બ્લેક કહેવાય છે. અને કાળી તે મહિલાને કહેવામાં આવે છે જેની ડાર્ક સ્કીન હોય. સોશ્યલ મીડિયા, ભારતીય મેચમેકિંગ અને તમારા પરિવારે તમને ખાતરી આપી હોય છે કે તમે 5’7ના નથી કે પછી તમારો રંગ ધોળો નથી તેથી તમે સુંદર નથી. આશા છે કે આ તમારી સહાય કરશે કે હું 5’3 ઇંચની છું. મારો રંગ બ્રાઉન છે અને તેનાથી હું ખૂબ જ ખુશ છું. તમારે પણ ખુશ રહેવું જોઈએ.'


સુહાના ખાનની આ પોસ્ટ પછી ઘણા લોકો તેના સપોર્ટમાં આવ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

30 September, 2020 02:02 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK