શાહરુખની પુત્રીએ બેસ્ટ ફ્રેન્ડ અનન્યા પાંડેની ફિલ્મ SOTY 2ને લઈ કહ્યું કંઈક આવું

Published: 2nd May, 2019 14:50 IST | મુંબઈ

કિંગ ખાનની પુત્રી સુહાના ખાને પણ સ્ટુડન્ટ ઓફ ધી યર 2ના ટ્રેલરને લઈ કમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે સુહાના ખાન અને અનન્યા પાંડે બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે આ કમેન્ટ અનન્યા માટે મહત્વની છે.

અનન્યા પાંડે અને સુહાના ખાન (Image Courtesy : Ananya panday instagram)
અનન્યા પાંડે અને સુહાના ખાન (Image Courtesy : Ananya panday instagram)

અનન્યા પાંડેની અપકમિંગ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યરનું ટ્રેલર 2 અઢવાડિયા પહેલા રિલીઝ થઈ ચૂક્યુ છે. ટ્રેલર રિલીઝ થયા બાદ અનન્યા પાંડે અને કો સ્ટાર્સ ટાઈગર શ્રોફ તેમજ તારા સુતરિયા સતત ફિલ્મના પ્રમોસનમાં બિઝી છે. સ્ટુડન્ટ ઓફ ધી યર 2ના ટ્રેલરને બોલીવુડ બીઝે પણ વખાણ્યું છે. તો કિંગ ખાનની પુત્રી સુહાના ખાને પણ સ્ટુડન્ટ ઓફ ધી યર 2ના ટ્રેલરને લઈ કમેન્ટ કરી છે. ઉલ્લેખનીય છે કે સુહાના ખાન અને અનન્યા પાંડે બેસ્ટ ફ્રેન્ડ છે, એટલે આ કમેન્ટ અનન્યા માટે મહત્વની છે.

એક ઈન્ટરવ્યુમાં અનન્યા પાંડેએ ખુલાસો કર્યો કે તેની ડેબ્યુ ફિલ્મનું ટ્રેલર જોયા બાદ સુહાના ખાને શું કહ્યું હતું. અનન્યા પાંડેએ કહ્યું કે,'સ્ટુડન્ટ ઓફ ધી યર 2માં મને જોઈને તે (સુહાના ખાન) ખૂબ જ ખુશ થઈ ગઈ હતી.'

તો અનન્યા પાંડેએ વેબસાઈટને આપેલા ઈન્ટરવ્યુમાં સુહાના ખાનની એક્ટિંગ વિશે પણ વાત કરી. અનન્યાએ કહ્યું કે,'અમે બંને બહેનો છીએ, એટલે અમારી વચ્ચે ગંભીર વાતો નથી થતી. મે એને એક્ટિંગ વિશે કોઈ સલાહ નથી આપી. પરંતુ એક્ટિંગ કોર્સ માટે તે હમણાં ન્યૂયોર્ક જઈ રહી છે. મને ખાતરી છે કે તે જ્યારે પણ ડેબ્યુ કરશે ત્યારે જોરદાર જ હશે.'

એટલું જ નહીં પોતાની અને સુહાના ખાન તેમ જ શનાયા કપૂરની ફ્રેન્ડશિપ કેટલી ગાઢ છે, તેના વિશે વાત કરતા તો અનન્યા એટલી ઉત્સાહિત થઈ ગઈ કે જો કોઈ ડિરેક્ટરને ફ્રેન્ડશિપ પર ફિલ્મ બનાવવી હોય તો અમારી ગર્લ ગેંગને કાસ્ટ કરવી જોઈએ.

આ પણ વાંચોઃ જામનગરમાં ભણેલા આ યુવકના ઈશારે નાચે છે આખું બોલીવુડ, જાણો અજાણી વાતો

તો બોલીવુડમાં એન્ટ્રીના સવાલના જવાબમાં ચંકી પાંડેની આ ક્યૂટ પુત્રીએ કહ્યું,'હું ફિલ્મી બચ્ચા છું, મારે હંમેા ફિલ્મોમાં કામ કરવું હતું. જ્યારે અમે નાના હતા ત્યારે પણ એક્ટિંગ કરવાન જ ગેમ રમતા હતા. કરણે મને ફિલ્મ ઓફર કરી મેં ઓડિશન આપ્યું અને હું સિલેક્ટ થઈ ગઈ.'

ઉલ્લેખનીય છે કે પુનિત મલ્હોત્રાની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 10મી મેના રોજ રિલીઝ થઈ રહી છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK