Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સુભાષ ઘઈએ આરાધના ફિલ્મમાં રાજેશ ખન્નાના મિત્રનો રોલ કર્યો હતો!

સુભાષ ઘઈએ આરાધના ફિલ્મમાં રાજેશ ખન્નાના મિત્રનો રોલ કર્યો હતો!

27 December, 2019 12:38 PM IST | Mumbai

સુભાષ ઘઈએ આરાધના ફિલ્મમાં રાજેશ ખન્નાના મિત્રનો રોલ કર્યો હતો!

રાજેશ ખન્ના

રાજેશ ખન્ના


યસ, સુભાષ ઘઈનું સપનું હીરો બનવાનું હતું અને તેમણે ડિરેક્ટર બનતાં અગાઉ અનેક ફિલ્મોમાં અભિનય પણ કર્યો હતો. એમાંની અનેક ફિલ્મોમાં તેમણે નાના-નાના રોલ કર્યા હતા. હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં કોઈ તેમનો હાથ પકડવા તૈયાર નહોતું એ સમયે તેમણે યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ફિલ્મફેર ટૅલન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને રાજેશ ખન્ના સાથે તેઓ પણ એ સ્પર્ધામાં વિજયી બન્યા હતા. એ સ્પર્ધામાં વિજેતા બન્યા પછી રાજેશ ખન્ના બહુ ઝડપથી સફળ હીરો બની ગયા હતા, પણ સુભાષ ઘઈએ એ પછી પણ ઘણો સંઘર્ષ કરવો પડ્યો હતો.

‘શોમૅન’નું બિરુદ પામેલા સુભાષ ઘઈ ભણતા હતા ત્યારે તેમના ડેન્ટિસ્ટ પિતા તેમને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવવા માગતા હતા. જોકે ઘઈને ફિલ્મ્સ પ્રત્યે આકર્ષણ હતું. તેઓ બીકૉમમાં ફેલ થયા. એ પછી ઘઈના પ્રિન્સિપલ તેમના પિતાને મળવા ગયા અને તેમણે કહ્યું કે તમારા દીકરાને કૉમર્સમાં રસ નથી પડતો તો તેને ચાર્ટર્ડ અકાઉન્ટન્ટ બનાવવાનો દુરાગ્રહ રાખવાને બદલે ફિલ્મ ઍન્ડ ટેલિવિઝન ઇન્સ્ટિટ્યૂટ ઑફ (એફટીઆઇઆઇ)માં ભણવા મોકલો.



એ પછી એક દિવસ પિતાએ ઘઈને કહ્યું કે હું તને એક ગિફ્ટ આપું છું. તેમણે એક ન્યુઝપેપરમાં પુણેસ્થિત એફટીઆઇઆઇમાં ઍડ્મિશન માટેની જાહેરાત બતાવી અને કહ્યું કે ‘આ લે તારી ગિફ્ટ. જા તને ફિલ્મોનો શોખ છે તો ત્યાં ભણવા જા.’


subhash-ghai

સુભાષ ઘઈ ખુશ થઈ ગયા. તેઓ એફટીઆઇઆઇમાં ભણવા ગયા. ત્યાં તેમની સાથે જાવેદ અખ્તર સહિત ઘણા વિદ્યાર્થીઓ ભણતા હતા, જે પછીથી બૉલીવુડમાં સફળ થયા હતા. એફટીઆઇઆઇમાં અભ્યાસ પૂરો કર્યા પછી ઘઈ મુંબઈ આવ્યા, પરંતુ તેઓ મુંબઈમાં અજાણ્યા હતા. તેમને કોઈ ઓળખતું નહોતું એટલે તેમને કોઈ સ્ટુડિયોમાં એન્ટ્રી મળતી નહોતી. સંઘર્ષના એ દિવસોમાં તેમણે સેલ્ફ હેલ્પ બુક્સ વાંચવાનું શરૂ કર્યું. તેમણે ડેલ કાર્નેગીની ‘હાઉ ટુ વિન ફ્રેન્ડ્સ ઍન્ડ ઇનફ્લુઅન્સ પીપલ્સ’ બુક વાંચી અને એમાં જે ટેક્નિક બતાવાઈ હતી એની મદદથી તેઓ હિન્દી ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી મેળવવા માટે કોશિશ કરવા માંડ્યા.
એ દરમ્યાન તેમને ખબર પડી કે યુનાઇટેડ પ્રોડ્યુસર્સ ફિલ્મફેર ટૅલન્ટ કૉન્ટેસ્ટ યોજાઈ રહી છે, જેમાં વિજેતા બનશે એ યુવાનને હીરો બનવાની તક મળશે. તેમણે એ કૉન્ટેસ્ટમાં ભાગ લીધો. એ વખતે ૫૦૦૦ પાર્ટિસિપન્ટે એ કૉન્ટેસ્ટમાં ભાગ લીધો હતો. એમાંથી માત્ર ત્રણ યુવાનો વિજેતા બન્યા હતા. તેઓમાંના એક રાજેશ ખન્ના હતા, બીજા ધીરજકુમાર હતા (જેઓ પછીથી નિર્માતા બન્યા) અને ત્રીજા હતા સુભાષ ઘઈ.


એ કૉન્ટેસ્ટમાં વિજેતા બન્યા પછી રાજેશ ખન્નાને તો તરત જ ફિલ્મ મળી ગઈ, પરંતુ સુભાષ ઘઈએ હીરો તરીકે તક મેળવવા ત્રણ વર્ષ સુધી સંઘર્ષ કરવો પડ્યો હતો. સુભાષ ઘઈ રાજેશ ખન્ના અને ધીરજકુમાર સાથે યુનાઇટેડ પ્રોડ્યુસર્સ અને ફિલ્મફેર દ્વારા યોજાયેલી સ્પર્ધામાં વિજેતા બન્યા હતા, પણ તેમને કોઈ હીરો તરીકે તક આપવા તૈયાર નહોતું એટલે જ્યારે રાજેશ ખન્નાની ફિલ્મો સુપરહિટ થવા માંડી હતી ત્યારે ઘઈને હીરોના દોસ્ત કે ભાઈ તરીકે મામૂલી રોલ ઑફર થતા હતા. અને હાઇટ તો એટલી હતી કે તેમને રાજેશ ખન્નાની ફિલ્મમાં તેમના દોસ્ત તરીકે રોલ મળ્યો હતો અને તેમણે એ સ્વીકારી પણ લીધો હતો!

આ પણ વાંચો : ભીખ માગતી બાળકી તરફ દુર્લક્ષ કરવાથી ટ્રોલ કરવામાં આવી કરીના કપૂર ખાનને

યસ, રાજેશ ખન્નાની સુપરહિટ ફિલ્મ ‘આરાધના’માં સુભાષ ઘઈએ રાજેશ ખન્નાના પાત્ર સૂરજના સહકર્મચારી અને દોસ્ત તરીકે રોલ કર્યો હતો!

Whatsapp-channel Whatsapp-channel

27 December, 2019 12:38 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK