જેઠના લગ્ન પછી સ્ટાઈલિશ અંદાજમાં દેખાયા પ્રિયંકા-નિક, જુઓ ફોટોઝ

Published: Jul 02, 2019, 15:17 IST

પેરિસ ફેશન વીકમાં પ્રિયંકા ચોપરા બ્લૂ કલરના ડીપ નેક કટ ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે નિક ગ્રે કલરની શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક કલરના બોમ્બર જેકેટમાં જોવા મળ્યો હતો.

સ્ટાઈલિશ અંદાજમાં દેખાયા પ્રિયંકા-નિક,
સ્ટાઈલિશ અંદાજમાં દેખાયા પ્રિયંકા-નિક,

બોલીવુડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનસ હાલમાં જ પોતાના મોટા ભાઈ જૉ જોનસ અને સોફી ટર્નરના લગ્નમાં મનમોહક અંદાજમાં જોવા મળ્યા હતા. લગ્ન દરમિયાન આ બંનેના ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા, જેમાં નિક અને પ્રિયંકા ગજબ લાગી રહ્યા છે. એક તરફ પ્રિયંકા ચોપરા પિંક સાડીમાં ગોર્જિયસ લાગી રહી છે ત્યારે નિક જોનસ પણ બ્લેક શૂટમાં ડેશિંગ લાગી રહ્યો છે. જૉ જોનસના લગ્ન પછી હવે બન્ને પેરિસ ફેશન વીકમાં જોવા મળ્યા હતા.

 
 
 
View this post on Instagram

Stunning Couple 😍 #PFW

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) onJul 1, 2019 at 7:44am PDT

પ્રિયંકા અને નિકની તસવીરો સામે આવી છે તેમા બન્ને સ્ટાઈલિશ લાગી રહ્યા છે. પ્રિયંકા ચોપરા બ્લૂ કલરના ડીપ નેક કટ ડ્રેસમાં જોવા મળી રહી છે, જ્યારે નિક ગ્રે કલરની શર્ટ, બ્લેક પેન્ટ અને બ્લેક કલરના બોમ્બર જેકેટમાં જોવા મળ્યો હતો.

 
 
 
View this post on Instagram

Priyanka was crying 😭😭😭❤ #jophiewedding

A post shared by Priyanka Chopra Online (@priyankaonline) onJun 29, 2019 at 2:05pm PDT

આ પણ વાંચો: અક્ષય કુમારની હિરોઇને શેર કરી હનીમૂનની તસવીરો, થઈ રહી છે વાયરલ

આ પહેલા પણ જૉ જોનસના લગ્નમાં પ્રિયંકા ચોપરા અને નિક જોનસના ઘણા ફોટો સામે આવ્યા હતા. આ ફોટોમાં પ્રિયંકા ચોપરાનો ઈમોશનલ થતો ફોટો પણ સામે આવ્યો હતો. પ્રિયંક ચોપરા જૉ જોનસના લગ્નમાં પિંક સાડીમાં જોવા મળી હતી જેને ડિઝાઈનર સબ્યસાચી દ્વારા ડિઝાઈન કરવામાં આવી હતી. પ્રિયંકા ચોપરા બન્ને હાથોથી પોતાના આંસુ લૂછતી જોવા મળી હતી. નિક જોનસે પણ તેમના ભાઈના લગ્નમાં ટક્સિડોની પસંદગી કરી હતી

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK