Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > Student of the year 2:રોમાન્સ સાથે એક્શનનો નવો સિલેબસ, ટ્રેલર રિલીઝ

Student of the year 2:રોમાન્સ સાથે એક્શનનો નવો સિલેબસ, ટ્રેલર રિલીઝ

12 April, 2019 02:23 PM IST | મુંબઈ

Student of the year 2:રોમાન્સ સાથે એક્શનનો નવો સિલેબસ, ટ્રેલર રિલીઝ

કરણ જોહર, ટાઈગર શ્રોફ સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ

કરણ જોહર, ટાઈગર શ્રોફ સહિત ફિલ્મની સ્ટારકાસ્ટ


સ્ટુડન્ટ ઓફ ધી યર ટુનું ટ્રેલર રિલીઝ થઈ ચૂક્યુ છે. પોતાની એક્શન અને ડાન્સ સ્કીલ્સને કારણે પ્રખ્યાત બની ચૂકેલા ટાઈગર શ્રોફની અપકમિંગ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2નું ટ્રેલર આજે રિલીઝ થયું છે. આ ફિલ્મ સાથે તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ફિલ્મમાં ત્રણે ત્રણ સ્ટાર્સ જબરજસ્ત લૂકમાં દેખાઈ રહ્યા છે. ફિલ્મના ટ્રેલર રિલીઝ થવાની સાથે જ યુટ્યુબ પર ધમાલ મચાવી દીધી છે. ફિલ્મનું ટ્રેલર અત્યાર સુધીમાં 5 લાખથી વધુ વાર જોવાઈ ચૂક્યુ છે.



સ્ટુડન્ટ ઓફ ધી યરના ટ્રેલરમાં કોલેજની સ્પોર્ટ્સ એક્ટિવિટીથી શરૂઆત થાય છે. જેમાં ટાઈગર શ્રોફની એક્શનની સાથે સાથે ડાન્સમાં પણ ફેન્સને સિટી મારવા મજબૂર કરી રહ્યા છે. ફિલ્મનું ટ્રેલર યુટ્યુબપર ટ્રેન્ડ કરી રહ્યું છે. આ પહેલા ગઈકાલે ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાના લૂકના પોસ્ટર્સ જાહેર થયા હતા.


ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ ઓફ ધી યર 2 પહેલા કરણ જોહરે જ ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર પ્રોડ્યુસ કરી હતી. જેમાં આલિયા ભટ્ટ, વરુણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાને લોન્ચ કરાયા હતા. હવે આ ત્રણેય એક્ટર્સ બોલીવુડમાં પોતાનું સ્થાન જમાવી ચૂક્યા છે ત્યારે આ ફિલ્મથી અનન્યા પાંડે, તારા સુતરિયા અને પુનીત મલ્હોત્રા બોલીવુડમાં એન્ટ્રી કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ સ્ટુડન્ટ ઓફ ધ યર 2: કઈક આ રીતે રિલીઝ થયું ટ્રેલર'


ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની ફિલ્મ સ્ટુડન્ટ ઓફ ધી યર 2 10 મેના રોજ રિલીઝ થવા જઈ રહી છે. 9 એપ્રિલે ફિલ્મના શૂટિંગને એક વર્ષ થયું હતું. ત્યારે શૂટિંગની યાદો તાજા કરતા અનન્યા પાંડેએ સ્પેશિયલ પોસ્ટ લખી હતી. પોસ્ટમાં અનન્યા પાંડેએ કહ્યું હતું,'એક બીજાને ઓળખતા ઓળખતા 1 વર્ષ તઈ ગયું. દરેક દિવસ ખાસ રહ્યો છે. હવે ફિલ્મની રિલીઝને 1 જ વર્ષ બાકી છે.'

Whatsapp-channel Whatsapp-channel

12 April, 2019 02:23 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK