Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SOTY2 Review : કોઈને લાગી સુપરહિટ તો કોઈને લાગી 'Karate Kid Part 3'

SOTY2 Review : કોઈને લાગી સુપરહિટ તો કોઈને લાગી 'Karate Kid Part 3'

10 May, 2019 02:30 PM IST | મુંબઈ

SOTY2 Review : કોઈને લાગી સુપરહિટ તો કોઈને લાગી 'Karate Kid Part 3'

વાંચો સ્ટુડન્ટ ઑફ ધ યર 2 ફિલ્મનો રિવ્યૂ

વાંચો સ્ટુડન્ટ ઑફ ધ યર 2 ફિલ્મનો રિવ્યૂ


ટાઈગર શ્રોફ, અનન્યા પાંડે અને તારા સુતરિયાની ફિલ્મ આજે મોટા પડદા પર આવી ગઈ છે. 'કલંક' ખરાબ રીતે પિટાઈ ગયા બાદ કરણને આ ફિલ્મથી ખૂબ જ આશાઓ છે. ત્યાં જ અનન્યા અને તારા આ ફિલ્મથી બોલીવુડમાં ડેબ્યૂ કરી રહી છે. ફિલ્મને લઈને ચાહકોની અલગ-અલગ પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

કેટલાક લોકોને ફિલ્મ ખૂબ જ પસંદ આવી રહી છે. તો કેટલાક લોકો તેને હોલીવુડ ફિલ્મ કરાટે કિડ પાર્ટ 3 ગણાવી રહ્યા છે. કેટલાક યૂઝર્સ તો એવા છે કે જેમને ફિલ્મનો કોન્સેપ્ટ યોગ્ન નથી લાગી રહ્યો. તેમનું કહેવું છે કે ફિલ્મમાં સ્કૂલના બાળકોને શૉર્ટ ડ્રેસ પહેરતા, રોમાંસ કરતા, ડિસ્કો ડાંસ કરતા બતાવવામાં આવ્યા છે. તેનાથી બાળકોના મગજ પર ખરાબ અસર પડશે. કારણ કે સ્કૂલનો માહોલ આવો નથી હોતો. એટલે કે કુલમળીને કહીએ તો ફિલ્મને અત્યાર સુધીમાં મિશ્ર અભિપ્રાયો મળી રહ્યા છે.

આવા છે ચાહકોના પ્રતિભાવો
Dr Ejaz Waris નામના એક યૂઝરે ફિલ્મને ટાઈમ પાસ ગણાવી છે. તેમનું કહેવું છે કે આ ફિલ્મ સ્ટૂડન્ટ ઑફ ધ યરની આસપાસ પણ નથી આવતી. જો તમારી પાસે વીકેંડમાં કરવા માટે કાંઈ નથી તો આ ફિલ્મ જુઓ.

Atul Khatri નામના યુઝરે આ ફિલ્મને કરાટે કિડ પાર્ટ થ્રી ગણાવી છે.





આ પણ વાંચોઃ જુઓ Student Of The Year 2થી ડેબ્યૂ કરી રહેલી અનન્યાના કેન્ડિડ ફોટોસ

સ્ટુડન્ટ ઑફ ધ યરની સિક્વલ છે ફિલ્મ
સ્ટુડન્ટ ઑફ ધ યર ટુ ફિલ્મ સ્ટુડન્ટ ઑફ ધ યરની સિક્વલ છે. 2012માં આવેલી ફિલ્મથી આલિયા ભટ્ટ, વરૂણ ધવન અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યૂ કર્યું હતું. એવામાં જોવાનું રહેશે કે આ ફિલ્મ કેટલો કમાલ કરી શકશે.

Whatsapp-channel Whatsapp-channel

10 May, 2019 02:30 PM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK