સ્ટુડન્ટ ઓફ ધી યર 2 પહેલા દિવસની પરીક્ષામાં પાસ થઈ ગઈ છે. પિલ્મે પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની ફિલ્મના રિવ્યુ ભલે મિક્સ આવ્યા હોય. પણ પહેલા દિવસે ફિલ્મે નોંધપાત્ર કમાણી જરૂરી કરી છે. આ ફિલ્મથી તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ડાન્સિંગ સ્કીલ્સથી બંને હિરોઈને લોકોને ઈમ્પ્રેસ કર્યા છે. તો તારા સુતરિયા અને અનન્યાની એક્ટિંગ પણ વખણાઈ છે. ટાઈગર શ્રોફની એક્શન સિકવન્સ અને ડાન્સથી પ્રભાવિત કરી રહ્યો છે.
જાણીતા ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની પહેલા દિવસની કમાણીનો આંકડો શૅર કર્યો છે. તરણ આદર્શે લખ્યું છે,'સ્ટુડન્ટ ઓફ ધી યર 2એ પહેલા દિવસે સારી કમાણી કરી છે. બિઝનેસ સાંજે ધીમો પડ્યો છે. શનિ-રવિ મહત્વના રહેશે. ખાસ કરીને મલ્ટીપ્લેક્સિસમાં સારી કમાણી છે. શુક્રવારનો બિઝનેસ 12.06 કરોડ. ભારતનો બિઝનેસ. SOTY2એ ટાઈગરની અત્યાર સુધીની બીજી મોટી ઓપનર છે.'
#StudentOfTheYear2 puts up a fairly good total on Day 1... Biz slowed down towards evening shows... Sat and Sun crucial... Substantial growth - especially at plexes - is essential for a healthy total... Fri ₹ 12.06 cr. India biz. #SOTY2 is Tiger’s second highest opener *so far*.
— taran adarsh (@taran_adarsh) May 11, 2019
તરણ આદર્શે લખ્યું છે કે પુનિત મલ્હોત્રાની આ ફિલ્મને હિટ કે સુપરહિટ સાબિત થવા માટે આ વીક એન્ડનું કલેક્શન સૌથી હત્વનું છે. ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ ઓફ ધી યર 2 એ 2012માં આવેલી સ્ટુડન્ટ ઓફ ધી યરની સિક્વલ છે. પહેલી ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યુ કર્યો હતો. પહેલી ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી.
આ પણ વાંચોઃ આ એક્ટરને ડેટ કરી રહી છે પ્રિયા પ્રકાશ વૉરિયર ?
ફિલ્મની સિક્વલને કરણ જોહરે પ્રોડ્યુસ જરૂર કરી છે, પરંતુ ફિલ્મના ડિરેક્ટર પુનિત મલ્હોત્રા છે. ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ કોલેજ કેમ્પસ, બે નવા ચહેરા, અને ટાઈગર શ્રોફના ખતરનાક સ્ટન્ટ્સ છે. અનન્યા પાંડેની વાત કરીએ તો તે લેધર જેકેટમાં ઓપન કારમાં જ્યારે એન્ટ્રી કરે છે, ત્યારે થિયેટરમાં વ્હિસલ્સ સંભળાય છે. દર્શકો અને ક્રિટિક્સ બંને અનન્યા પાંડેની એક્ટિંગ વખાણી રહ્યા છે.
પોતાના નવા ગીત સાથે યુટ્યુબ પર એન્ટ્રી કરી ટાઇગરે
15th January, 2021 17:49 ISTCelebs New Year Holiday Pics: આ સેલિબ્રિટી કપલ્સ રવાના થયા ન્યૂ-યરની પાર્ટી કરવા
30th December, 2020 14:59 ISTDisha Pataniની બિકિની તસવીર વાઈરલ, બે કલાકમાં મળ્યા 13 લાખ વ્યૂઝ
29th December, 2020 18:11 ISTગણપતમાં દેખાશે નૂપુર સેનન અને નોરા ફતેહી?
8th November, 2020 16:54 IST