Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > SOTY 2 Box Office collection Day 9: કરી આટલી કમાણી

SOTY 2 Box Office collection Day 9: કરી આટલી કમાણી

19 May, 2019 06:05 PM IST |

SOTY 2 Box Office collection Day 9: કરી આટલી કમાણી

સ્ટુડેન્ટ ઑફ ધ યર 2

સ્ટુડેન્ટ ઑફ ધ યર 2


'સ્ટુડેન્ટ ઑફ ધ યર 2' બૉક્સ ઑફિસ કલેક્શન : બોલીવુડના એક્શન સ્ટાર ટાઇગર શ્રોફની ફિલ્મ 'સ્ટુડેન્ટ ઑફ ધ યર'ની સીક્વલ 'સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2' વધુ કમાણી કરી રહી છે. ફિલ્મે અત્યાર સુધી બૉક્સ ઑફિસ પર શાનદાર પ્રદર્શન કરતાંની સાથે 64 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. ટાઇગર શ્રોફ, તારા સૂતારિયા અને અનન્યા પાંડેની ફિલ્મે રિલીઝના દિવસે 12.06, શનિવારે 14.02 અને રવિવારે 12.75, સોમવારે 5.52, મંગળવારે 5.02, બુધવારે 4.51, ગુરુવારે 3.50 કરોડ, શુક્રવારે 1.50 કરોડની કમાણી કરી હતી. અનુમાન લગાવાય છે કે આ વીકએન્ડ શનિવારે ટાઇગર શ્રોફની ફિલ્મે 3 કરોડનું કલેક્શન કરી લીધું છે.

સ્ટુડેન્ટ ઑફ ધ યર 2માં લોકોને ટાઇગર શ્રોફની એક્ટિંગ ખૂબ જ પસંદ આવી રહી છે. સ્ટૂડેન્ટ ઑફ ધ યર 2 10 મેના રિલીઝ થઈ. પહેલા દિવસે બોક્સ ઓફિસ પર 12.6 કરોડ રૂપિયાની કમાણી કરી છે. ટાઈગર શ્રોફ, તારા સુતરિયા અને અનન્યા પાંડેની ફિલ્મના રિવ્યુ ભલે મિક્સ આવ્યા હોય. પણ પહેલા દિવસે ફિલ્મે નોંધપાત્ર કમાણી જરૂરી કરી છે. આ ફિલ્મથી તારા સુતરિયા અને અનન્યા પાંડે ડેબ્યુ કરી રહ્યા છે. ડાન્સિંગ સ્કીલ્સથી બંને હિરોઈને લોકોને ઈમ્પ્રેસ કર્યા છે. તો તારા સુતરિયા અને અનન્યાની એક્ટિંગ પણ વખણાઈ છે. ટાઈગર શ્રોફની એક્શન સિકવન્સ અને ડાન્સથી પ્રભાવિત કરી રહ્યો છે.



જાણીતા ફિલ્મ ક્રિટિક તરણ આદર્શે પોતાના ટ્વિટર હેન્ડલ પર ફિલ્મની પહેલા દિવસની કમાણીનો આંકડો શૅર કર્યો છે. તરણ આદર્શે લખ્યું છે,'સ્ટુડન્ટ ઓફ ધી યર 2એ પહેલા દિવસે સારી કમાણી કરી છે. બિઝનેસ સાંજે ધીમો પડ્યો છે. શનિ-રવિ મહત્વના રહેશે. ખાસ કરીને મલ્ટીપ્લેક્સિસમાં સારી કમાણી છે. શુક્રવારનો બિઝનેસ 12.06 કરોડ. ભારતનો બિઝનેસ. SOTY2એ ટાઈગરની અત્યાર સુધીની બીજી મોટી ઓપનર છે.'


તરણ આદર્શે લખ્યું છે કે પુનિત મલ્હોત્રાની આ ફિલ્મને હિટ કે સુપરહિટ સાબિત થવા માટે આ વીક એન્ડનું કલેક્શન સૌથી હત્વનું છે. ઉલ્લેખનીય છે કે સ્ટુડન્ટ ઓફ ધી યર 2 એ 2012માં આવેલી સ્ટુડન્ટ ઓફ ધી યરની સિક્વલ છે. પહેલી ફિલ્મથી વરુણ ધવન, આલિયા ભટ્ટ અને સિદ્ધાર્થ મલ્હોત્રાએ ડેબ્યુ કર્યો હતો. પહેલી ફિલ્મ કરણ જોહરે ડિરેક્ટ અને પ્રોડ્યુસ કરી હતી.

આ પણ વાંચો : સલમાન અને શાહરૂખ ખાનને લઇને ટાઇગર શ્રોફે કરી ખાસ વાત


ફિલ્મની સિક્વલને કરણ જોહરે પ્રોડ્યુસ જરૂર કરી છે, પરંતુ ફિલ્મના ડિરેક્ટર પુનિત મલ્હોત્રા છે. ફિલ્મમાં લાર્જર ધેન લાઈફ કોલેજ કેમ્પસ, બે નવા ચહેરા, અને ટાઈગર શ્રોફના ખતરનાક સ્ટન્ટ્સ છે. અનન્યા પાંડેની વાત કરીએ તો તે લેધર જેકેટમાં ઓપન કારમાં જ્યારે એન્ટ્રી કરે છે, ત્યારે થિયેટરમાં વ્હિસલ્સ સંભળાય છે. દર્શકો અને ક્રિટિક્સ બંને અનન્યા પાંડેની એક્ટિંગ વખાણી રહ્યા છે.

Whatsapp-channel Whatsapp-channel

19 May, 2019 06:05 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK