Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સ્ટારડમ એક નાનકડા પ્રાઇસ ટૅગ સાથે આવે છે : હૃતિક રોશન

સ્ટારડમ એક નાનકડા પ્રાઇસ ટૅગ સાથે આવે છે : હૃતિક રોશન

28 October, 2019 10:51 AM IST | મુંબઈ

સ્ટારડમ એક નાનકડા પ્રાઇસ ટૅગ સાથે આવે છે : હૃતિક રોશન

હૃતિક રોશન

હૃતિક રોશન


હૃતિક રોશનનું માનવું છે કે સ્ટારડમ એક નાનકડા પ્રાઇસ-ટૅગ સાથે આવે છે. હૃતિકે ‘કહો ના પ્યાર હૈ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. બૉલીવુડમાં તેને ૧૯ વર્ષ થયાં છે. તેની ‘વૉર’એ બૉક્સ-ઑફિસ પર ૩૦૦ કરોડ કરતાં પણ વધુનો બિઝનેસ કર્યો છે. હૃતિકને પૂછવામાં આવ્યું હતું કે શું સ્ટારડમ પ્રાઇસ-ટૅગ સાથે આવે છે? એનો જવાબ આપતાં હૃતિકે કહ્યું હતું કે ‘પ્રાઇસ એ છે કે તમારે સામાજિક જવાબદારી ઉઠાવવી પડે છે. તમે જે પણ વાતો કહો છો એના માટે તમારે જવાબ આપવા માટે તૈયાર રહેવું પડે છે. તમારી પ્રાઇવસીનો પણ તમારે ત્યાગ આપવો પડે છે. આ નાનકડી કિંમત તમારે ચુકવવી પડે છે, કારણ કે સ્ટારડમ તમને સામે અનેક સારી વસ્તુઓ પણ આપે છે. એવી અનેક બાબતો છે જેને તમે મેળવો છો અને ગુમાવો પણ છો. એથી હું નથી માનતો કે એની ફરિયાદ કરી શકાય. હું દરેક સ્થિતિને તક તરીકે લઉં છું. જે કંઈ પણ થાય એની સાથે તમે લડી ના શકો. આ બધાથી તમારે ઉપર ઊઠવાનું હોય છે અને એને કન્ટ્રોલ કરવાનું હોય છે. આવી ઘટનાઓથી તમે સ્ટ્રૉન્ગર અને સારી વ્યક્તિ બનો છો. આ બધું સારું જ છે.’


Whatsapp-channel Whatsapp-channel

28 October, 2019 10:51 AM IST | મુંબઈ

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK