ટીવી સ્ટારની અંદરના રૉકસ્ટારને બહાર આવવાની તક

Published: 8th October, 2011 18:26 IST

અનુ મલિકને જજ તરીકે ચમકાવતો શો ‘સ્ટાર યા રૉકસ્ટાર’ આજથી ઝી પર સિન્ગિંગ અને ડાન્સિંગને લગતા રિયલિટી-શો માટે ઝી ટીવી વષોર્થી પ્રખ્યાત થઈ ચૂક્યું છે. હવે ટીવી પરના જ સ્ટાર કલાકારો દ્વારા તેમની અંદર રહેલા સિંગરને બહાર લાવવાની કોશિશ કરવામાં આવશે. ઝી ટીવી પર સ્ટાર દ્વારા લાઇવ પફોર્ર્મન્સના કૉન્સેપ્ટ સાથેનો શો ‘સ્ટાર યા રૉકસ્ટાર’ આજથી શરૂ થશે.


ટીવી પરના કલાકારો જેમ કે રાગિની ખન્ના, સુમીત રાઘવન (‘સજન રે ઝૂઠ મત બોલો’નો અપૂર્વ), જાણીતા પીઢ કલાકાર સચિન પિળગાંવકર, નેહા મર્દા (‘બાલિકા વધૂ’માં ગેહનાનો રોલ કરનારી ઍક્ટ્રેસ) અને મનીષ પૌલ (‘સા રે ગા મા પા’નો હોસ્ટ) આ શોમાં પોતાના પફોર્ર્મન્સ આપશે. આ બધા પફોર્ર્મર્સને જજ કરવા માટે જાણીતા સંગીતકાર અને અત્યાર સુધીમાં ઘણા રિયલિટી-શોને જજ કરી ચૂકેલા અનુ મલિક શોમાં હાજરી આપશે.


દર શનિ અને રવિવારે રાતે સાડાઆઠ વાગ્યે આ શો ઝી ટીવી પર જોવા મળશે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK