'નઝર 2' માં અલ્કા કૌશલની એન્ટ્રી

Published: Mar 16, 2020, 17:58 IST | Mumbai Correspondent | Mumbai

સ્ટાર પ્લસના સુપરનૅચરલ શો નઝરના બીજા ભાગમાં મોનાલિસા તરીકે જાણીતી અંતરા બિશ્વાસ ઉપરાંત શીઝાન મોહમ્મદ અને શ્રુતિ શર્મા લીડ રોલમાં છે

છેલ્લા કેટલાક સમયથી ટીવી પર સુપરનૅચરલ-હોરર શોની ભરમાર જોવા મળી છે. આવો જ એક શો સ્ટાર પ્લસ પર આવે છે જેનું નામ છે ‘નઝર’. ૨૦૧૮માં શરૂ થયેલી આ ટીવી સિરીઝનો પહેલો ભાગ ફેબ્રુઆરીમાં પૂરો થયો છે અને એ પછીના દિવસથી જ એની બીજી સીઝન પણ ચાલુ કરવામાં આવી છે. આ હોરર થ્રિલર શોમાં મોનાલિસા તરીકે જાણીતી અભિનેત્રી અંતરા બિશ્વાસ લીડ રોલમાં છે.

આ શોમાં મોહના રાઠોડ (મોનાલિસા) નામની ૨૫૦ વર્ષની ડાયનની વાત છે જે સદા યુવાન રહેવા માટે લોકોની પ્રાણ-શક્તિ પર નિર્ભર રહે છે. પહેલા ભાગમાં અંતરા બિશ્વાસ ઉપરાંત હર્ષ રાજપૂત, નિયતિ ફતનાની, કિયારા ભાનુશાલી વગેરે કલાકારો હતા તો બીજા ભાગમાં લીડ કલાકારો મોનાલિસા અને શીઝાન મોહમ્મદ ઉપરાંત શ્રુતિ શર્મા, સુમિત કૌલ, રિચા દીક્ષિત વગેરે કલાકારો છે.

આ યાદીમાં હવે ‘કુબૂલ હૈ’ સિરિયલથી જાણીતી બનેલી અભિનેત્રી અલ્કા કૌશલનું નામ પણ ઉમેરાયું છે. અલ્કા કૌશલે ‘કુમકુમ’, ‘સ્વરાગિની’, ‘જ્યોતિ’ જેવા ટીવી શો ઉપરાંત ‘ક્વીન’, ‘વીરે દી વેડિંગ’, ‘બજરંગી ભાઈજાન’, ‘બધાઈ હો’ જેવી ફિલ્મો પણ કરી છે. તેઓ ‘નઝર 2’માં શીઝાન મોહમ્મદનાં દાદી અને હેડ ઑફ ધ ફૅમિલી તરીકે જોવા મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK