એક વર્ષનાં થયા રાધાકૃષ્ણ

Published: Oct 14, 2019, 11:05 IST | મુંબઈ

સ્ટાર ભારતની આ સિરિયલથી પહેલી વાર આજની યંગ જનરેશનને ખબર પડી કે રાધાને શ્રાપ હતો એટલે તે કૃષ્ણને પામી નહોતી શકી.

એક વર્ષનાં રાધાકૃષ્ણ
એક વર્ષનાં રાધાકૃષ્ણ

સ્ટાર ભારત પર આવતી ‘રાધાકૃષ્ણ’ને એક વર્ષ પૂરું થયું. એક વર્ષની આ જર્નીનું સેલિબ્રેશન રાખવામાં આવ્યું, જેમાં પહેલાં ચૉકલેટની કેકને બદલે માખણની કેક બનાવવાનું નક્કી કરવામાં આવ્યું હતું, પણ ગ્રૅન્ડ સેલિબ્રેશન હોવાથી વાઇટ બટર કદાચ કોઈ લેશે નહીં એવું ધારીને એ આઇડિયા પડતો મૂકવામાં આવ્યો અને ચૉકલેટ કેક મગાવવામાં આવી. આ કેક ‘રાધાકૃષ્ણ’ સિરિયલના લીડ સ્ટાર સુમેધ મુદગલકર અને મલ્લિકા સિંહે કાપી હતી. મલ્લિકા સિંહે કહ્યું હતું કે ‘રાધા અને કૃષ્ણની પ્રેમકથાથી બધા વાકેફ છે, પણ કોઈને ખબર નહોતી કે રાધાને શ્રાપ મળ્યો હતો, જેને લીધે તે ક્યારેય કૃષ્ણને પામી શકી નહીં. આ વાત સિરિયલ પછી બધાને ખબર પડી અને ત્યારથી સિરિયલની ટીઆરપીમાં બહુ મોટો ઉછાળો આવ્યો.’
‘રાધાકૃષ્ણ’ માટે અઢી વર્ષનું રિસર્ચ કરવામાં આવ્યું હતું, જેમાં ૧૨ જણની ટીમે કામ કર્યું અને એ પછી આ સબ્જેક્ટ તૈયાર થયો છે. સિરિયલને ૩૦૦ એપિસોડ પૂરા થયા છે અને હજી એટલા જ એપિસોડ બાકી છે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK