Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > કેમ માસ્કમાં નજર આવ્યા 'બાહુબલી' અને 'ભલ્લાલદેવ', જુઓ મજેદાર વીડિયો

કેમ માસ્કમાં નજર આવ્યા 'બાહુબલી' અને 'ભલ્લાલદેવ', જુઓ મજેદાર વીડિયો

27 June, 2020 07:14 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

કેમ માસ્કમાં નજર આવ્યા 'બાહુબલી' અને 'ભલ્લાલદેવ', જુઓ મજેદાર વીડિયો

'બાહુબલી' અને 'ભલ્લાલદેવ'

'બાહુબલી' અને 'ભલ્લાલદેવ'


દુનિયાભરના લોકો કોરોના વાઈરસ સામે લડાઈ લડી રહ્યા છે. એનાથી બચવા લૉકડાઉન જ એકમાત્ર ઉપાય છે. સામાન્ય માણસથી લઈને આપણા સેલિબ્રિટીઝ પોતે પોતાના ઘરમાં કેદ છે. એવામાં સરકાર અને સેલિબ્રિટીને ઘરમા રહેવા અને સાવધાની રાખવા કહી રહ્યા છે. કોરોના વાઈરસને લઈને જેટલો ડર લોકોના મનમાં છે, એટલો જ એને લોકો મસ્તીમાં લે છે. બધાને માસ્ક પહેરવા માટે અને એકબીજથી દૂર રહેવા માટે કીધું છે. એવામાં લોકો મોટી ફિલ્મો અને એક્ટર્સની જૂની ફોટોઝને પણ માસ્ક પહેરાવી રહ્યા છે. હવે ફિલ્મ બાહુબલી પાસેથી એક મજેદાર વીડિયો સામે આવ્યો છે.

ભારતની મેગાબજેટ ફિલ્મ બાહુબલી પર પણ કોરોનાનો અસર જોવા મળી રહ્યો છે. કોરોના વાઈરસથી થનારા જંગમાં હવે માહિષ્મતીના અમરેન્દ્ર બાહુબલી અને ભલ્લાલદેવ પણ પૂરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી ગયા છે. બન્નેએ મોંઢા પર માસ્ક લગાવ્યા છે અને એકબીજાનો સામનો કરી રહ્યા છે. આ વીડિયોને બાહુબલીના ડાયરેક્ટર એસએસ રાજમૌલીએ શૅર કર્યો છે. વીડિયોના અંતમાં લખેલું આવે છે- હવે માહિષ્મતીમાં પણ માસ્ક જરૂરી છે.




વીડિયોમાં કેપ્શનમાં રાજમૌલીએ લખ્યું, ખૂબ સરસ @avitoonindia and @coollazz #Unitedsoft VFX સ્ટૂડિયો ટીમ. #BBVsCOVID #IndiaFightsCorona #StaySafe. મને અપેક્ષા છે કે બધા લોકો સુરક્ષિત રહેશે અને આવા સમયમાં સાવધાની રાખો.


તમને જણાવી દઈએ કે ફિલ્મ બાહુબલીએ દેશ અને દુનિયામાં ઘણા રેકોર્ડ તોડ્યા હતા. આ બ્લોકબસ્ટર ફિલ્મની વાર્તા દરેકને ઘણી પસંદ આવી હતી. ઉપરાંત, પ્રભાસ અને અનુષ્કા શેટ્ટીની જોડી પર દરેકનું હૃદય ખેંચાયું હતું. ફિલ્મમાં પ્રભાસ, અનુષ્કા શેટ્ટીએ, રાણા દગ્ગુબતી, રામ્યા કૃષ્ણન, સત્યરાજ, તમન્ના ભાટિયા વગેરે સાથે અન્ય લોકોએ ઉત્કૃષ્ટ કામગીરી કરી હતી. આ ફિલ્મની ફ્રેન્ચાઇઝીએ વિશ્વભરમાં લગભગ 1500 કરોડ રૂપિયોનું બૉક્સ ઑફિસ કલેક્શન કર્યું હતું.

Whatsapp-channel Whatsapp-channel

27 June, 2020 07:14 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK