Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > RRRમાં જોવા મળનાર આલિયા ભટ્ટને ટૅલન્ટેડ જણાવી એસ.એસ. રાજામૌલીએ

RRRમાં જોવા મળનાર આલિયા ભટ્ટને ટૅલન્ટેડ જણાવી એસ.એસ. રાજામૌલીએ

13 April, 2020 04:18 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RRRમાં જોવા મળનાર આલિયા ભટ્ટને ટૅલન્ટેડ જણાવી એસ.એસ. રાજામૌલીએ

એસ.એસ. રાજામૌલી

એસ.એસ. રાજામૌલી


ફિલ્મમેકર એસ.એસ. રાજામૌલીએ આલિયા ભટ્ટને ટૅલન્ટેડ ઍક્ટર જણાવી છે. આ ફિલ્મ દ્વારા આલિયા સાઉથની ફિલ્મોમાં એન્ટ્રી કરી રહી છે. આ ફિલ્મમાં રામચરણ અને જુનિયર એનટીઆર જોવા મળશે. આલિયાને આ ફિલ્મમાં સાઇન કરવાનું કારણ જણાવતાં એસ.એસ. રાજામૌલીએ કહ્યું હતું કે ‘મને ફિલ્મ માટે એક એવી ઍક્ટ્રેસની જરૂર હતી જે રામચરણ અને જુનિયર એનટીઆરની સાથે પોતાની ઍક્ટિંગ સ્ક‌િલ દેખાડી શકે. આલિયા માસૂમ, સંવેદનશીલ અને સ્થિતિને અનુરૂપ પોતાને ઢાળી શકે છે. આ જ કારણ છે કે આલિયાને આ ફિલ્મમાં લીધી છે.’

વર્તમાનમાં કોરોનાને કારણે લૉકડાઉન હોવાથી ફિલ્મનું શૂટિંગ બંધ છે. એને લઈને એસ.એસ. રાજામૌલીએ કહ્યું હતું કે ‘આ મહિનામાં જ અમે આલિયા સાથે શૂટિંગ કરવાનાં હતાં. જોકે લૉકડાઉનને કારણે એ કૅન્સલ થયું છે. અમારે ફરીથી ડેટ્સ અને શેડ્યુલ પર કામ કરવાનું રહેશે. આલિયા સાથે કામ કરવા માટે ઉત્સાહિત છું.’


Whatsapp-channel Whatsapp-channel

13 April, 2020 04:18 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK