આ ફોટોગ્રાફનું પોસ્ટર બનાવીને DDLJની ટીમને ગિફ્ટમાં આપશે શાહરુખ

Published: 14th December, 2014 05:14 IST

શુક્રવારે મરાઠા મંદિરમાં પાડવામાં આવેલો આ ફોટો : પોસ્ટર પર શાહરુખનો સંદેશ અને ફોટોગ્રાફ હશે



રશ્મિન શાહ

ઍન્ટિ-હીરોમાંથી જે ફિલ્મે શાહરુખ ખાનને રોમૅન્ટિક સુપરસ્ટાર બનાવી દીધો એ ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’ શુક્રવારે ૧૦૦૦મા વીકમાં પ્રવેશી ચૂકી છે ત્યારે શાહરુખ ખાને શુક્રવારે મરાઠા મંદિરમાં યોજાયેલા ફંક્શનના એક ફોટોગ્રાફનું પાંચƒપાંચ ફૂટનું એક આદમકદ પોસ્ટર ફિલ્મ સાથે સંકળાયેલા સ્ટાર અને ટેક્નિકલ સ્ટાફને આપવાનું નક્કી કર્યું છે. આ ફોટોગ્રાફ પર શાહરુખ ખાનનો મેસેજ અને ગોલ્ડન કલરની સાઇન હશે.


શાહરુખ ખાને પોતાના તરફથી આ પ્રકારની ગિફ્ટ આપવાનું અગાઉથી જ નક્કી કરી રાખ્યું હતું એટલે જ શુક્રવારે રાતે જ્યારે શાહરુખ ખાન મરાઠા મંદિર પહોંચ્યો ત્યારે તેની સાથે તેના ત્રણ ફોટોગ્રાફર્સ પણ હતા જે આ ઇવેન્ટ અને ફૅન્સના ફોટોગ્રાફ્સ લઈ રહ્યા હતા. પોતાના તરફથી આપવામાં આવનારી આ ગિફ્ટ મોડી ન પડે અને ‘દિલવાલે દુલ્હનિયા લે જાએંગે’નું ૧૦૦૦મું વીક ચાલી રહ્યું છે ત્યારે જ એ સૌના ઘરે પહોંચી જાય એવી તકેદારી સાથે શાહરુખ ખાને જે આર્ટ-સ્ટુડિયોને એ પોસ્ટર બનાવવાનું કામ સોંપ્યું છે એની પાસે શુક્રવારે રાતથી જ કામ શરૂ કરાવી દીધું હતું અને ગઈ કાલે બપોરે તો ઑલરેડી એ પોસ્ટરની ફાઇનલ ડિઝાઇન પણ નક્કી થઈ ગઈ હતી.

Loading...
 

સંબંધિત સમાચાર

     
    This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK