પાર્ટીમાં સુહાનાએ દિલ ખોલીને કર્યો ડાન્સ, ડ્રેસને લઈને થઈ ટ્રોલ

Published: 10th June, 2019 13:00 IST | મુંબઈ

બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની દીકરી સુહાના ખાન (Suhana Khan) હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોના લીધે ચર્ચામાં રહે છે.

સુહાના ખાન
સુહાના ખાન

બૉલીવુડના બાદશાહ શાહરૂખ ખાન (Shah Rukh Khan)ની દીકરી સુહાના ખાન (Suhana Khan) હંમેશા પોતાના ફોટોઝ અને વીડિયોના લીધે ચર્ચામાં રહે છે. સુહાના સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. એના ફોટોઝ હંમેશા સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે.

 
 
 
View this post on Instagram

She got the moves...groovin to #willsmith #suhanakhan #viralbhayani @viralbhayani

A post shared by Viral Bhayani (@viralbhayani) onJun 9, 2019 at 9:17am PDT

થોડા દિવસ પહેલા સુહાના એક લગ્નમાં ગઈ હતી જ્યા એની ઘણી તસવીરો વાયરલ થઈ હતી. હવે એનો હજી એક વીડિયો વાયરલ થઈ રહ્યા છે જેમાં તે પાર્ટી કરતી નજર આવી રહી છે. આ વીડિયોમાં સુહાના દિલ ખોલીને ડાન્સ કરી રહી છે. આમ તો સુહાનાના વીડિયો પર નજર કરીએ તો પહેલી વાર આટલો દિલ ખોલીને ડાન્સ કરતી દેખાઈ હતી.

વાયરલ વીડિયોમાં સુહાના સિલ્વર કલરની ઑફ શોલ્ડર શૉર્ટ ડ્રેસ પહેરી છે અને પોતાના ફ્રેન્ડ્સ સાથે ઘણી મસ્તીના મૂડમાં ડાન્સ કરી રહી છે. આ ડ્રેસમાં સુહાના બહુ જ ગ્લેમરસ લાગી રહી છે. પરંતુ લોકોએ એના ડ્રેસને લઈને એને ફરીથી ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું છે.

આ પણ વાંચો : સેલ્ફ-ડિસ્ટ્રક્ટિવ લવને પ્રોત્સાહન નથી આપતી કબીર સિંહ: કિઆરા અડવાણી

કેટલાક યૂઝર્સને સુહાનાનો આ લૂક ઘણો ટ્રેન્ડી લાગી રહ્યો છે તો કેટલાક લોકોએ એને ટ્રોલ કરવાનું શરૂ કરી દીધું. એક યૂઝરે એમના આઉટફિટ પર કમેન્ટ કરતા લખ્યું કે હંમેશા અશ્લીલ કપડા પહેરે છે, ત્યાં બીજાએ કમેન્ટ કરી કે શાહરૂખ ખાને પોતાની દીકરીને સારા સંસ્કાર નથી આપ્યા. તમને જણાવી દઈએ કે સુહાનાએ અત્યાર સુધી બૉલીવુડમાં ડેબ્યૂ નથી કર્યું પરંતુ એની લોકપ્રિયતા ઘણી વધારે છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK