માતા શ્રીદેવીના જન્મદિવસે અભિનેત્રીને યાદ કરીને ભાવુક થઈ જાહ્નવી કપૂર

Published: Aug 13, 2020, 14:34 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ઈન્સ્ટાગ્રામ પર તસવિર શૅર કરીને લખ્યું, આઈ લવ યુ

શ્રીદેવી (Sridevi) ભલે આજે આપણી વચ્ચે નથી પરંતુ તેમની અદાઓના આજે પણ લાખો દીવાના છે. બે વર્ષ પહેલાં જ્યારે અભિનેત્રીના અચાનક મૃત્યુના સમાચાર આવ્યા ત્યારે પરિવાર સહિત ફૅન્સને પણ આંચકો લાગ્યો હતો. આજે અભિનેત્રીના જન્મ દિવસે દીકરી જાહ્નવી કપૂર (Janhvi Kapoor)એ માતા સાથેની સુંદર તસવીર શૅર કરી છે અને કહ્યું છે કે, આઈ લવ યુ.

જાહ્નવી કપૂરે ઈન્સ્ટાગ્રામ પર માતા શ્રીદેવી સાથેની બ્લેક એન્ડ વ્હાઈટ તસવીર શૅર કરી છે. સાથે જ કૅપ્શનમાં લખ્યું છે કે, આઈ લવ યુ મમ્મા.

 
 
 
View this post on Instagram

I love you mumma

A post shared by Janhvi Kapoor (@janhvikapoor) onAug 12, 2020 at 11:36pm PDT

જાહ્નવી કપૂરના આ પોસ્ટ પર ફૅન્સે કમેન્ટસનો વરસાદ વરસાવ્યો છે.

સહુ જાણે છે કે, જાહ્નવી કપૂર માતા શ્રીદેવીની બહુ નજીક હતી. શ્રીદેવીનું સપનું હતું કે, દીકરીને સિલ્વર સ્ક્રિન પર અભિનય કરતાં જોવી. પરંતુ શ્રીદેવીનું આ સપનું અધુંરું રહી ગયું હતું. કારણકે જાહ્નવી કપૂરની પહેલી ફિલ્મ 'ધડક' રિલીઝ થાય તે પહેલાં જ શ્રીદેવીનું મૃત્યુ થયું હતું.

આ પણ જુઓ: Happy Birthday Sridevi: શરમાળ વ્યક્તિત્વ પણ સ્ક્રિન પર ગ્લેમર અને અભિનય પ્રતિભાનું તેજ

શ્રીદેવીનો જન્મ 13 ઓગસ્ટ 1963ના રોજ થયો હતો. તેમણે ઘણી નાની ઉંમરમાં જ કારકિર્દીની શરૂઆત કરી હતી. શ્રીદેવીએ હિન્દી ફિલ્મો ઉપરાંત તામિળ અને તેલુગુ ફિલ્મોમાં પણ કામ કર્યું હતું.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK