ગોવામાં 50માં ફિલ્મ ફેસ્ટીવલ (IFFI) ના સમાપનમાં ‘હેલ્લારો’ ને સ્પેશિયલ મેન્શન એવોર્ડ

Published: Nov 29, 2019, 15:17 IST | Panji

કાર્યક્રમમાં વિશ્વમાંથી કુલ 76 દેશોની 190 થી વધુ ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહમાં અભિષેક શાહે ડિરેક્ટર કરેલી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' ને ખાસ સ્પેશિયલ મેન્શન એવોર્ડ આપવામાં આવ્યો હતો.

અભિષેક શાહની ફિલ્મ હેલ્લારોને મળ્યો સ્પેશિયલ મેન્શન એવોર્ડ
અભિષેક શાહની ફિલ્મ હેલ્લારોને મળ્યો સ્પેશિયલ મેન્શન એવોર્ડ

ગોવા ખાતે હાલમાં જ 50માં આંતરરાષ્ટ્રીય ભારતીય ફિલ્મ ફેલ્ટીવલ (IFFI) 2019 નું આયોજન થયું હતું. જેનું 28 નવેમ્બરમા રોજ શાનદાર સમાપન થયું હતું. જેમાં બોલીવુડના જાણીતી હસ્તીઓ પ્રેમ ચોપરા, ઇલાયા રાજા, બિરજૂ મહારાજ, હોબામ પબન, અરવિંદ સ્વામીને સમ્માનિત કરવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે ફિલ્મ ફેસ્ટીવલમાં રાજ્યપાલ સત્યપાલ મલિક ખાસ હાજર રહ્યા હતા. ગોવામાં ચાલેલ 9 દિવસના આ કાર્યક્રમમાં વિશ્વમાંથી કુલ 76 દેશોની 190 થી વધુ ફિલ્મોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું. આ સમાપન સમારોહમાં અભિષેક શાહે ડિરેક્ટર કરેલી ગુજરાતી ફિલ્મ 'હેલ્લારો' ને ખાસ સ્પેશિયલ મેન્શન એવોર્ડ આપવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે આ ફિલ્મે નેશનલ એવોર્ડ જીત્યો હતો.


ગોવામાં યોજાયેલ ફિલ્મ ફેલ્ટીવલમાં આ સ્ટાર કલાકારો હાજર રહ્યા હતા
IFFI 2019ના સમાપન સમારોહ કુનાલ કપુર, સોનાલી કુલકર્ણીએ હોસ્ટ કર્યો હતો. સમાપન સમારોહમાં વિવિધ સેશનમાં અભિનેતા તથા સાંસદ રવિ કિશન, વિજય દેવરાકોન્ડા, રકુલપ્રીત સિંહ, નિત્યા મેનન તથા રોહિત શેટ્ટી આવ્યા હતાં. હરિહરણે સંગીતમય પ્રસ્તુતિ આપી હતી. ફેસ્ટિવલનું સમાપન ‘મર્ઘે એન્ડ હર મધર’ ફિલ્મથી થયું હતું. તો મિડ-ડેના ઇન્ટરટેનમેન્ટ એડિટર મયંકે પણ ખાસ હાજરી આપી હતી અને તેણે સમારોહમાં રોહિત શેટ્ટી સાથે ખાસ કાર્યક્રમ કર્યો હતો.

આ પણ જુઓ : મળો નેશનલ અવૉર્ડ વિજેતા ફિલ્મ 'હેલ્લારો'ની ટેલેન્ટેડ અભિનેત્રીઓને...

IFFI માં એવોર્ડ જીતનાર ટોપ 5નું લિસ્ટ

વિજેતા                        એવોર્ડ                          ફિલ્મનું નામ

લિજો જોસ પેલ્લિસેરી      બેસ્ટ ડિરેક્ટર                       જલ્લીકટ્ટુ
સંજય પુરન સિંહ           ICFT યુનેસ્કો સ્પેશિયલ મેન્શન   બહત્તર હુર્રે
સિયુ જ્યોર્જ                 બેસ્ટ એક્ટર મેલ                    મારિઘેલ્લા
રિકાર્ડે સાલ્વેટ્ટી             ICFT યુનેસ્કો ગાંધી એવોર્ડ         ---
એભિષેક શાહ              સ્પેશિયલ મેન્શન એવોર્ડ            હેલ્લારો

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK