લો, ગંદી બાતની ચોથી સીઝનનો સ્પેશ્યલ એપિસોડ પણ રેડી!

Published: Nov 04, 2019, 12:17 IST | અમદાવાદ

આદિત્ય સિંહ રાજપૂત અને મૃદુલા મહાજન મુખ્ય પાત્રોમાં: ૭ નવેમ્બરથી Alt બાલાજી અને ઝીફાઇવ પર સ્ટ્રીમિંગ

આદિત્ય સિંહ રાજપૂત
આદિત્ય સિંહ રાજપૂત

એકતા કપૂર ટેલિવિઝનની સાથે ડિજિટલ-દુનિયામાં પણ પોતાનો પગદંડો જમાવી રહી છે. ટેલિવિઝનમાં જેમ તેણે સાસ-બહૂનું વિશ્વ ઊભું કરી દીધું અને લોકોને એના વ્યસની બનાવી દીધા એ રીતે વેબ-દુનિયામાં તે સેક્સ અને રોમાંચનું તત્ત્વ ભેળવીને સિરીઝ ઉપર સિરીઝ બનાવી રહી છે. ૨૦૧૮ના મે મહિનામાં રૂરલ ભારતની અર્બન વાર્તાની ટૅગલાઇન સાથે ઑનલાઈસ સ્ટ્રીમિંગ સાઇટ ‘Alt બાલાજી’ પર રિલીઝ કરેલી ‘ગંદી બાત’ની પહેલી સીઝન ખૂબ ચાલી. સાત મહિના પછી તેણે તેની બીજી સીઝન રિલીઝ કરી અને ગયા જુલાઈમાં તેની ત્રીજી સીઝનના ચાર એપિસોડ રિલીઝ થયા.

આ પણ જુઓ : Nach Baliye 9: પ્રિન્સ નરુલા અને યુવિકા ચૌધરી બન્યા વિનર, જુઓ તસવીરો

હવે ૭ નવેમ્બરે ‘ગંદી બાત’ના ફૅન્સ માટે સ્પેશ્યલ એપિસોડ રિલીઝ થઈ રહ્યો છે, જેનું નામ અપાયું છે ‘ગંદી બાત ૪’. ‘ગંદી બાત’ ભારતીય ગ્રામીણ વિસ્તારોના લોકોની જાતીય ઇચ્છાઓ, જરૂરિયાતો અને એના કારણે સર્જાતા અને બગડતા સંબંધોની વાતો એપિસોડદીઠ રજૂ કરે છે. અગાઉની સીઝનમાં ફ્લોરા સૈની, અન્વેશી જૈન, ગેહના વસિષ્ઠ, નીતુ વઢવા સહિતની અભિનેત્રીઓ હતી. આ સ્પેશ્યલ એપિસોડમાં ટીવી અને ફિલ્મ ઍક્ટર આદિત્ય સિંહ રાજપૂત તથા થિએટર આર્ટિસ્ટ મૃદુલા મહાજન મુખ્ય પાત્રો ભજવી રહ્યાં છે. આદિત્ય ‘યુ મી ઔર હમ’ ફિલ્મ તથા એમટીવીના સ્પ્લિટવિલા સહિતના શોમાં દેખાઈ ચૂક્યો છે.

sanjana

કુંડલી ભાગ્ય ફેમ સંજના ફડકે પણ ગંદી બાત ૪માં: સ્ટાર પ્લસની એક સિરિયલમાં પણ દેખાશે

આદિત્ય સિંહ રાજપૂત અને મૃદુલા મહાજન ઉપરાંત સ્નેહા મિશ્રા, રોહિત મિશ્રા, પુષ્પેન્દર કુમાર, શ્રવાણી ગોસ્વામી સહિતના કલાકારો ‘ગંદી બાત ૪’ના એપિસોડમાં દેખાવાનાં છે. એમાં હાલ ઝીટીવી પર ચાલી રહેલી ધારાવાહિક ‘કુંડલિની ભાગ્ય’ ફેમ અભિનેત્રી સંજના ફડકે પણ જોવા મળશે. તે આ એપિસોડમાં મુખ્ય પાત્ર કુસુમની માતા શીલાનું પાત્ર ભજવી રહી છે. આ ઉપરાંત સંજના ફડેકેને સ્ટાર પ્લસ પર આવતા ‘યે રિશ્તે હૈ પ્યાર કે’માં પણ કાસ્ટ કરાઈ છે, એમાં તે પારુલ (ચૈત્રાલી ગુપ્તે)ની બહેન તરીકે દેખાશે. કહેવાઈ રહ્યું છે કે તે મેહુલ કાપડિયા (સમીર ધર્માધિકારી)નું સત્ય અબીર (શાહીર શેખ) અને તેના પરિવાર સમક્ષ ખોલશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK