સાઉથની અભિનેત્રી વિજયલક્ષ્મીએ કર્યો આત્મહત્યાનો પ્રયાસ

Published: Jul 27, 2020, 12:11 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

માનસિક તાણમાં ભર્યું પગલું, અત્યારે હૉસ્પિટલમાં લઈ રહી છે સારવાર

વિજયલક્ષ્મી
વિજયલક્ષ્મી

માનસિક તાણ અનુભવતી સાઉથ ઈન્ડિયન અભિનેત્રી વિજયલક્ષ્મી (Vijayalakshmi)એ આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. પણ સદ્નનસીબે અભિનેત્રીનો પ્રયાસ સફળ ન રહ્યો અને તે હાલ હૉસ્પિટલમાં સારવાર લઈ રહી છે. આત્મહત્યા કરતા પહેલાં અભિનેત્રીએ એક વીડિયો બનાવીને સોશ્યલ મીડિયા પર પોસ્ટ કર્યો હતો. જેમાં તેણે દાવો કર્યો હતો કે, તેણે બ્લડપ્રેશરની દવા ખાધી છે. જેને લીધે બ્લડ પ્રેશર ઓછું થઈ જશે અને પછી મૃત્યુ થશે. જોકે અત્યારે અભિનેત્રી ચેન્નઈની ખાનગી હૉસ્પિલમાં સારવાર હેઠળ છે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના સમાચાર પ્રમાણે, વિજયલક્ષ્મીએ ફૅસબુક પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો. આ વીડિયોમાં તે કહી રહી હતી કે, આ મારો છેલ્લો વીડિયો છે. હું છેલ્લા ચાર મહિનાથી સીમાન અને તેની પાર્ટીના લોકોને લીધે બહુ તાણમાં છું. મેં બહુ કોશિશ કરી કે હું મારા પરિવાર માટે જીવિત રહું પણ તેમ નથી થઈ શકતું મારાથી. મને હરિ નાદરે મીડિયામાં બહુ અપમાનિત કરી છે. મેં બ્લડ પ્રેશરની ગોળીઓ ખાધી છે. થોડા સમયમાં બ્લડ પ્રેશર ઓછું થઈ જશે અને પછી મૃત્યુ થશે.

એટલું જ નહીં અભિનેત્રીએ વીડિયો દ્વારા અપીલ પણ કરી હતી કે, સીમાન અને હરિ નાદર જેવા લોકોને બક્ષવામાં ન આવે. તેમજ તેનું માનસિક શોષણ કરવા બદલ તેને સજા આપવામાં આવે

તમને જણાવી દઈએ કે, સીમાન એક તમિળ નેશનાલિસ્ટ પાર્ટીના નેતા છે અને હરિ નાદરનો પણ એક રાજકીય પક્ષ સાથે જોડાયેલ છે. 

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK