રજનિકાંત સાથે કામ કરનાર આ એક્ટર પાસે ઈલાજ કરવાના પૈસા નથી

Updated: 17th November, 2020 19:05 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

ફિલ્મ જગતમાં પણ નાના રોલ કરનાર એક્ટર્સ પૈસાની અછતથી પિડાઈ રહ્યા છે કારણ કે આ ક્ષેત્રમાં પણ કામકાજ પહેલા જેવુ સામાન્ય થયુ નથી.

અભિનેતા થવાસી
અભિનેતા થવાસી

વૈશ્વિક મહામારીને લીધે લોકોની આર્થિક સ્થિતિ ખૂબ જ ખરાબ થઈ છે. સામાન્ય માણસથી દરેક ક્ષેત્રના અગ્રણી લોકોની નાણાકીય પરિસ્થિતી કથળી છે. ફિલ્મ જગતમાં પણ નાના રોલ કરનાર એક્ટર્સ પૈસાની અછતથી પિડાઈ રહ્યા છે કારણ કે આ ક્ષેત્રમાં પણ કામકાજ પહેલા જેવુ સામાન્ય થયુ નથી. એવામાં સાઉથની ફિલ્મ ઈન્ડસ્ટ્રીથી એક સમાચાર આવ્યા છે જેમાં એક દિગ્ગજ એક્ટર પાસે તબીબી સારવાર કરવાના પૈસા નથી.

સોશ્યલ મીડિયામાં સાઉથના એક્ટર થવાસીનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટર તબીબી સારવાર માટે પૈસાની માગ કરી રહ્યા છે. કહેવાઈ રહ્યુ છે કે તેમને કેન્સર છે, પરિણામે શરીરમાં ખૂબ જ નબળાઈ આવી ગઈ છે. વીડિયો જોતા તેમની પરિસ્થિતિ સમજાય છે.

વીડિયોમાં થવાસી કહે છે કે, મે વર્ષ 1993માં કિઝાખુ ચેમયીલે ફિલ્મથી લઈને તાજેતરમાં રજનીકાંતની અન્નાથે ફિલ્મમાં કામ કર્યુ છે. મે ક્યારે પણ વિચાર્યુ નહોતુ મને આવી બિમારી થશે.

તેમણે ઉમેર્યું કે, હુ કંઈ કરવાને લાયક નથી. હુ વ્યવસ્થિત વાત પણ કરી શકતો નથી. હુ આ ઈન્ડસ્ટ્રીમાં સાથે કામ કરનાર કલાકારો અને રાજ્યના લોકોને વિનંતી કરુ છુ કે મને મદદ કરે, જેથી હુ સ્વસ્થ થઈને ફરી એક્ટિંગ કરી શકું.

હાલમાં થવાસી એવા દેખાઈ રહ્યા છે કે કોઈ તેમને ઓળખી પણ શકે નહીં. ઘણા અભિનેતાઓએ આ વીડિયો શૅર કરીને લોકોને મદદ કરવાનો અનુરોધ કર્યો છે.

First Published: 17th November, 2020 18:44 IST
Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK