Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > સોનુ સૂદને દરરોજ આટલા લોકો કરે છે મદદની અપીલ, જુઓ આંકડા

સોનુ સૂદને દરરોજ આટલા લોકો કરે છે મદદની અપીલ, જુઓ આંકડા

20 August, 2020 03:04 PM IST | Mumbai
Gujarati Mid-Day Online Correspondent | gmddigital@mid-day.com

સોનુ સૂદને દરરોજ આટલા લોકો કરે છે મદદની અપીલ, જુઓ આંકડા

સોનુ સૂદ (ફાઇલ ફોટો)

સોનુ સૂદ (ફાઇલ ફોટો)


લૉકડાઉન(Lockdown) દરમિયાન લોકો માટે મસીહા બની ચૂકેલો સોનુ સૂદ(Sonu Sood) લોકોની મદદ કરવામાં ખૂબ જ આગળ વધી ગયો છે. સોનુની જે સફર મજબૂર પ્રવાસીઓની મદદથી શરૂ થઈ હતી તે હવે એટલી બધી વ્યાપક બની ગઈ છે કે તેને દેશમાં ફસાયેલા જ નહીં પણ વિદેશમાં ફસાયેલા લોકો પણ મદદ માટે અપીલ કરી રહ્યા છે.

મદદ માટે સોનુને દરરોજ કેટલા લોકો સંપર્ક કરે છે તેનો એક આછો ખ્યાલ આપતો એક મેસેજ સોનુ સૂદે ટ્વીટ કરીને જણાવ્યો હતો. સોનુ સૂદે ટ્વીટ કરીને જે આંકડા જણાવ્યા તે ખરેખર ચોંકાવનારા છે.



સોનુએ ટ્વીટ કરીને લખ્યું છે કે, "1137 મેઇલ, 19000 ફેસબૂક મેસેજિસ, 4812 ઇન્સ્ટા મેસેજિસ અને 6741 ટ્વિટર મેસેજિસ. આ આજના હેલ્પ મેસેજ છે. એવરેજ આંકડા જોઇએ તો લગભગ રોજ આટલા મેસેજિસ મને મદદ માટે આવે છે. એક મનુષ્ય હોવાને નાતે એ અશક્ય છે કે તમે આ બધાં સુધી પહોંચી શકો પણ છતાં હું મારા સંપૂર્ણ પ્રયત્નો કરું છું. તેમ છતાં જો હું તમારો મેસેજ ચૂકી ગયો હોઉં તો મને ક્ષમા કરજો."



ટૂંક સમયમાં જ આવશે સોનુનું પુસ્તક
સોનુએ પોતાના મેસેજમાં છેલ્લે લખ્યું છે કે હું ક્ષમાપ્રાર્થી છું જો મેં તમારો મેસેજ મિસ કરી દીધો હોય તો. જણાવવાનું કે સોનુ સૂદે લૉકડાઉન દરમિયાન અગણિત પ્રવાસી મજૂરોને તેમના ઘરે પહોંચાડવાનું કામ કર્યું હતું. આ અંગે તે એક પુસ્તક પણ લખી રહ્યો છે જે ટૂંક સમયમાં જ માર્કેટમાં અવેલેબલ થશે.

Whatsapp-channel Whatsapp-channel

20 August, 2020 03:04 PM IST | Mumbai | Gujarati Mid-Day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK