ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર્સ હંમેશા આઉટસાઈડર્સ જ રહે છે: સોનુ સૂદ

Published: Jul 26, 2020, 13:30 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતાએ આઉટસાઈડર્સને સલાહ આપી કે, ઈન્ડસ્ટ્રીમાં ત્યારે જ આવવું જ્યારે સંઘર્ષ કરવાનો દમ હોય

સોનુ સૂદ
સોનુ સૂદ

કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદ (Sonu Sood)એ બૉલીવુડમાં ચાલતા સગાવાદ વિશે મૌન તોડયું છે અને પોતાની પ્રતિક્રિયા આપી છે. અભિનેતાનું માનવુ છે કે, આ ઈન્ડસ્ટ્રીમાં આઉટસાઈડર્સ હંમેશા આઉટસાઈડર્સ જ રહે છે. અભિનેતા સૂશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ના મૃત્યુ બાદ બૉલીવુડમાં સગાવાદના મુદ્દાએ બહુ જોર પકડયું છે. એટલું જ નહીં સોનુએ અભિનેતા સૂશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput)ને ખુબ જ મહેનતી વ્યક્તિ ગણાવ્યો છે.

તાજેતરમાં ઈનડિયા ટ્રેડને આપેલા એક ઈન્ટરવ્યૂમાં સોનુ સુદે કહ્યું હતું કે, ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં સ્થાપિત પરિવારનાં બાળકો જેને આપણે સ્ટાર કિડ્સ કહીએ છીએ તેમની પાસે નવાં એક્ટરની સરખામણીએ વધુ તક હોય છે. જ્યારે કોઇ બહારની વ્યક્તિ શહેરમાં આવે છે અને મોટી વ્યક્તિ બની જાય છે તો તેના પર આપણને ગર્વ થા છે. તેઓ દરેક નવાં ચહેરાને આશા આપે છે, પણ જ્યારે આવું કંઇ થાય છે તો (નામ લીધા વગર સુશાંતની ઘટનાનો ઉલ્લેખ કરે છે) તો તે સહુનું દિલ તોડી નાખે છે.

વધુમાં અભિનેતાએ કહ્યું હતું કે, દબાણ વાસ્તવિક છે. એવાં હજારો લોકો છે જે દરરોજ કામની શોધ માટે શહેર આવે છે. પણ ઘણાં ઓછા એવાં લોકો છે જેને મોટો બ્રેક મળે છે. એક આઉટસાઇડર હમેશાં આઉટસાઇડર જ રહેશે. જ્યારે હું શહેરમાં આવ્યો, મારી પાસે પહેલેથી જ મૅકેનિકલ એન્જિનિયરિંગની ડિગ્રી હતી. તો મને એવું હતું કે લોકોનો મારા પ્રત્યેનો દ્રષ્ટિકોણ અલગ હશે. મને મારા ફિલ્મી કરિઅરની શરૂઆતનાં 6-8 મહિનામાં જ આ અનુભવ થઇ ગયો કે, બૉલીવુડમાં કારર્કિદી બનાવવા માટે મારે ઘણી લાંબી મંઝિલ કાપવાની છે.

ઈન્ડસ્ટ્રીમાં કારર્કિદી બનાવવા આવતા લોકોને સોનુ સૂદેએ સલાહ આપી હતી કે, તમે ત્યારે જ અહીં આવો જ્યારે તમારી પાસે સંઘર્ષ કરવાનો મજબૂત ઇરાદો હોય અને તમને ચમત્કારની કોઇ આશા ન હોય. ફક્ત એટલાં માટે કે તમે સારા દેખાવો છો અને તમારું ફિઝિક સારુ છે તેનો અર્થ એ નથી કે કોઇ પ્રોડક્શન હાઉસ તમારો સંપર્ક કરશે અને તમને તેમની આગામી ફિલ્મમાં કાસ્ટ કરી લેશે

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK