સોનુ સૂદની નવી પહેલ: માતાના નામે સ્કોલરશિપની જાહેરાત

Published: Sep 12, 2020, 12:52 IST | Gujarati Mid-day Online Correspondent | Mumbai

અભિનેતા ગરીબ બાળકોનો અભ્યાસ અને રહેવા-જમવાનો ખર્ચ ઉપાડશે

તસવીર સૌજન્ય: ટ્વીટર
તસવીર સૌજન્ય: ટ્વીટર

લૉકડાઉનની સાથે સાથે જ જો બીજા કોઈની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે વ્યક્તિનું નામ છે બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood). કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે રીયલ હીરો છે. સોનુ સૂદ બધાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોઈપણ વ્યક્તિ હોય અભિનેતા મદદ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોચાડયા, રહેવા માટે ઘર આપ્યુ, બેરોજગારોને નોકરી આપી, વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપ્યા, પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓને પહોંચાડવા, નાવિકોને અનાજ પહોંચાડવા સુધી દરેક પ્રકારની મદદ અભિનેતા કરે છે. હવે અભિનેતા ફરી એકવાર વિદ્યાર્થીઓની મદદે આવ્યો છે અને તેને સ્કોલરશોની જાહેરાત કરી છે. સોનુ સૂદે માતાના નામે સ્કોલરશિપની જાહેરાત કરી ચે. જેના દ્વારા તે ગરીબ બાળકોનો અભ્યાસ અને રહેવા-જમવાનો ખર્ચ ઉપાડશે. અભિનેતાએ ટ્વીટરના માધ્યમથી આ જાહેરાત કરી છે.

અભિનેતા સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે, 'હિન્દુસ્તાન બઢેગા તભી, જબ પઢેંગે સભી. ઉચ્ચ શિક્ષણ માટે વિદ્યાર્થીઓ માટે સંપૂર્ણ સ્કોલરશિપની જાહેરાત કરું છું. મારું માનવું છે કે, નાણાકીય પડકારો કોઈપણને તેમના લક્ષ્યો સુધી પહોંચતા ન અટકાવવા જોઈએ. તમારી એન્ટ્રી મોકલાવો અને આવનારા દસ દિવસમાં અમે તમારા સુધી પહોંચીશું.'

અન્ય ટ્વીટમાં અભિનેતાએ કહ્યું છે કે, 'આપણી ક્ષમતા અને સખત મહેનત નક્કી કરશે આપણું ભવિષ્ય! જ્યાં આપણે છીએ તેને આપણી આર્થિક પરિસ્થિતિ સાથે કોઈ લેવાદેવા નથી. આ રીતે મારો એક પ્રયાસ - શાળા પછીના શિક્ષણ માટે સંપૂર્ણ સ્કોલરશિપ. જેથી તમે આગળ વધો અને દેશની પ્રગતિમાં ફાળો આપી શકો. ઈ-મેઈલ કરો.'

સોનુ સૂદે કહ્યું હતું કે, છેલ્લા કેટલાક મહિનામાં મેં જોયું કે ગરીબોને તેમના બાળકોના અભ્યાસ માટે ઘણી સ્ટ્રગલ કરવી પડે છે. કેટલાક પાસે ઓનલાઈન ક્લાસ માટે ફોન નથી. કેટલાક પાસે ફી ભરવા માટે રૂપિયા નથી. આથી મેં મારી માતા પ્રોફેસર સરોજ સૂદના નામે સ્કોલરશિપ શરુ કરવા માટે દેશની તમામ યુનિવર્સિટી સાથે ટાઈઅપ કર્યું છે. મારી માતા મોંગા (પંજાબ)માં મફત ભણાવતા હતા. તેમણે મને કહ્યું હતું કે હું. તેમના કામને આગળ વધારું. લૉકડાઉન અને કોરોનામાં આ જ યોગ્ય સમય છે.

જે પરિવારોની વર્ષની આવક 2 લાખ રૂપિયાથી ઓછી છે તેઓ સ્કોલરશિપ માટે અરજી કરી શકે છે. શરત માત્ર એ જ છે કે, તેમનો એકેડમિક રેકોર્ડ સારો હોવો જોઈએ. તેમના દરેક ખર્ચા જેમ કે કોર્સ અને હોસ્ટેલની ફી, જમવાની જવાબદારી બધુ જ સોનુ સૂદ ઉપાડશે. સોનુ સૂદની આ સ્કોલરશિપ મેડિસિન, એન્જિનિયરિંગ, આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ, રોબોટિક્સ એન્ડ ઓટો મોશન સાઈબર સિક્યોરીટી, ડેટા સાયન્સ, ફેશન અને બિઝનેસ સ્ટડીઝ જેવા કોર્સ માટે મળશે.

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK