પૃથ્વીરાજના સેટ પર સંજય દત્તની આતુરતાથી રાહ જોઈ રહ્યો છે સોનુ
સંજય દત્ત, સોનુ સૂદ
સોનુ સૂદ ‘પૃથ્વીરાજ’ના સેટ પર સંજય દત્તની ઉત્સાહથી રાહ જોઈ રહ્યો છે. તાજેતરમાં જ સંજય દત્તે ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તે હવે કૅન્સર-ફ્રી થઈ ગયો છે. આ વાતની માહિતી તેણે સોશ્યલ મીડિયામાં આપી હતી. તેણે ટ્વિટર પર ટ્વીટ કરીને કૅન્સરના જંગ વિશે વાતો શૅર કરી હતી. સાથે જ ફ્રેન્ડ્સ, ફૅમિલી અને ફૅન્સે કરેલી પ્રાર્થનાઓ પ્રતિ પણ તેણે આભાર વ્યક્ત કર્યો હતો. આ પોસ્ટને ટ્વિટર પર શૅર કરીને સોનુ સૂદે ટ્વીટ કર્યું હતું કે ‘લવ યુ બાબા. હું ‘પૃથ્વીરાજ’ના સેટ પર તમારી ઉત્સુકતાથી રાહ જોઈ રહ્યો છું.’