Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > હવે વિદ્યાર્થીઓની મદદે આવ્યો સોનુ સૂદ, ભણવા માટે આપ્યા સ્માર્ટફોન

હવે વિદ્યાર્થીઓની મદદે આવ્યો સોનુ સૂદ, ભણવા માટે આપ્યા સ્માર્ટફોન

26 August, 2020 11:42 AM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હવે વિદ્યાર્થીઓની મદદે આવ્યો સોનુ સૂદ, ભણવા માટે આપ્યા સ્માર્ટફોન

સોનુ સૂદ (ફાઈલ તસવીર)

સોનુ સૂદ (ફાઈલ તસવીર)


લૉકડાઉનની સાથે સાથે જ જો બીજા કોઈની સૌથી વધુ ચર્ચા થતી હોય તો તે વ્યક્તિનું નામ છે બૉલીવુડ અભિનેતા સોનુ સૂદ (Sonu Sood). કોરોના કાળ દરમ્યાન પ્રવાસી મજૂરોના હીરો બનેલા અભિનેતા સોનુ સૂદે ફરી એકવાર સાબિત કર્યું છે કે તે રીયલ હીરો છે. સોનુ સૂદ બધાની મદદ માટે હંમેશા તત્પર રહે છે. કોઈપણ વ્યક્તિ હોય અભિનેતા મદદ કરવા માટે હંમેશા તૈયાર જ હોય છે. પ્રવાસી મજૂરોને ઘરે પહોચાડયા, રહેવા માટે ઘર આપ્યુ, બેરોજગારોને નોકરી આપ્યા બાદ હવે અભિનેતા વિદ્યાર્થીઓની મદદે આવ્યો છે. સોનુ સૂદે હરિયાણાના એક ગામના વિદ્યાર્થીઓને ભણવા માટે સ્માર્ટફોન આપ્યાં છે.

અભિનેતા સોનુ સૂદે હરિયાણાના પંચકૂલાના મોરની વિસ્તારના એક ગામમાં બાળકોને ભણવામાં મદદ કરી છે. આ બાળકોને ભણવા માટે મોબાઈલ ફોન ભેટ કર્યો છે. જેથી બાળકો પોતાના ઘરે રહીને ઓનલાઈન ભણી શકે. સરકારી સ્કૂલના પ્રિન્સિપાલ પવન જૈન જણાવ્યું કે, અમારા મોરની વિસ્તારના બાળકો કોટી ગામની સરકારી સ્કૂલમાં ભણે છે. તેમની પાસે મોબાઇલ ફોન ન હોવાના કારણે તેઓના ઓનલાઈન ક્લાસીસ લઈ શકતા નહોતા. કેટલાક બાળકોને ચારથી પાંચ કિલોમીટર રોજ ચાલીને બીજા બાળકોના ઘરે જવું પડતું હતું. જેથી તે બીજા બાળકોના ફોનને સહારે ભણી શકે. જ્યારે સોનુ સૂદને આ વાતની જાણ થઈ ત્યારે તેમણે ચંદીગઢમાં રહેતા તેમના મિત્ર કરણ લૂથરાને સંપર્ક કર્યો અને આ બાળકોને મોબાઇલ ફોન અપાવ્યો.



સોનુ સૂદે PHD Chamber of Commerce and Industry (PHDCCI)ના ચેરમેન અને મિત્ર કરણ લૂથરા સાથે મળીને બાળકોને સ્માર્ટફોનનની વહેચણી કરી હતી. બન્નેએ મળીને ગરીબ બાળકો શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે ઝુંબેશ શરૂ કરી છે અને આ ઝુંબેશ અંતર્ગત જ મોરની વિસ્તારના બાળકોને સ્માર્ટફોન આપવામાં આવ્યા હતા. બાળકોને મોબાઈલ ફોન મળ્યાં પછી અભિનેતા સાથે એક વર્ચ્યુલ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા બાળકોએ સોનુ સૂદનો આભાર માન્યો હતો.


તમને જણાવી દઈએ કે, મોરની વિસ્તારનું કોટી ગામ હિમાચલની સીમાની પાસે આવેલા છે. અહીં મોબાઇલ નેટવર્કની પણ બહુ મુશ્કેલી છે.


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2020 11:42 AM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK