સોનુ સૂદે પોતાનાં પહેલા મ્યુઝિક વિડિયો ‘પાગલ નહીં હોના’ને આર્મી મેન અને તેમની પ્રેમિકાને સમર્પિત કર્યો છે. આ વિડિયોમાં તેની સાથે સિંગર સુનંદા શર્મા જોવા મળી રહી છે. આ ગીતનો ફર્સ્ટ લુક તાજેતરમાં જ રિલીઝ કરવામાં આવ્યો છે. એ મ્યુઝિક વિડિયો વિશે સોનુ સૂદે કહ્યું હતું કે ‘આ મારો પહેલો મ્યુઝિક વિડિયો છે. મેં જ્યારે એનો કન્સેપ્ટ સાંભળ્યો મેં તરત જ એને હા પાડી દીધી હતી. ‘પાગલ નહીં હોના’ને હું તમામ આર્મી મેન અને તેમની પ્રેમિકાને સમર્પિત કરું છું. એના લિરિક્સ તમારા દિલોને સ્પર્શી જશે અને સુનંદાએ આ ગીતને ખૂબ સુંદરતાથી ગાયું છે.’
આ ટ્રૅક વિશે સુનંદાએ કહ્યું હતું કે ‘મ્યુઝિક વિડિયો ‘પાગલ નહીં હોના’ મારા દિલની ખૂબ નજીક છે. મને પૂરી ખાતરી છે કે એ ગીત લોકોનાં દિલોના તારને સ્પર્શી જશે. ક્રીએટિવ માઇન્ડ્સના લોકો સાથે કામ કરવું હંમેશાંથી સારું લાગે છે. સોનુ સર દેશના હીરો બની ગયા છે. એથી આ ગીત માટે તેઓ યોગ્ય છે. તેમની સાથે કામ કરીને ખુશ છીએ.’
શરદ પવારને મળ્યો સોનુ સૂદ
14th January, 2021 12:51 ISTપાલિકાએ બોમ્બે હાઈકોર્ટને કહ્યું, ‘સોનુ સૂદ રીઢો ગુનેગાર છે’
13th January, 2021 13:45 ISTકોઈ બાળક શિક્ષણથી વંચિત ન રહી જાય એ માટે નવું મિશન શરૂ કર્યું સોનુ સૂદે
12th January, 2021 15:20 ISTબીએમસીની નોટિસ સામે સોનુ સૂદે હાઈ કોર્ટમાં કરેલી અરજીની આજે સુનાવણી
11th January, 2021 10:40 IST