સોનુ સૂદે ફરી એક વાર કર્યું આ સત્કર્મ, 4 મહિનાની બાળકીને આપ્યું નવજીવન

Published: 19th September, 2020 18:15 IST | Gujarati Mid-Day Online Correspondent | Mumbai

સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં છવાઇ ગયો છે. આ વખતે સોનુએ ચાર મહિનાની બાળકીનો જીવ બચાવ્યો છે. વિજયવાડાના શેક અહમદ રફીએ ટ્વિટર પર આભાર માનતા લખ્યું, મારી 4 મહિનાની દીકરીને બીજું જીવન આપ્યું છે.

સોનુ સૂદ
સોનુ સૂદ

કોરોના (Coronavirus) વાયરસ (Lockdown) લૉકડાઉનના સમયથી બોલીવુડ (Bollywood Actor Sonu Sood) એક્ટર સોનુ સૂદ લોકો માટે મસીહો બની ગયો છે. લૉકડાઉન (Lockdown) દરમિયાન સોનુ (Sonu Sood) સૂદે હજારો પ્રવાસી શ્રમિકોની ખૂબ જ મદદ કરી અને તેમને તેમના ઘરે પહોંચાડ્યા છે. તો, હવે લૉકડાઉન પૂરું થયા પછી પણ સોનુ લોકોની સતત મદદ કરી રહ્યો છે. હવે સોનુ (Sonu Sood) સૂદે સોશિયલ (Social Media) મીડિયા દ્વારા જરૂરિયાતમંદોની મદદ કરી રહ્યો છે. લોકો પોતાની દરેક પ્રકારની મુશ્કેલી અને જરૂરિયાત માટે ટ્વિટર (Twitter) પર સોનુ (Sonu Sood) સૂદને મદદ માટે કહી રહ્યા છે. તો સોનુ પણ હંમેશાં સોશિયલ (Social Media) મીડિયા દ્વારા લોકો સાથે જોડાયેલો રહે છે અને તેમની મુશ્કેલીઓ દૂર કરવાના દરેક શક્ય પ્રયત્નો કરે છે.

તાજેતરમાં જ સોનુ સૂદ ફરી એકવાર ચર્ચામાં છવાઇ ગયો છે. આ વખતે સોનુએ 4 મહિનાની છોકરીનો જીવ બચાવ્યો છે. વિજયવાડાના શેક અહમદ રફીએ ટ્વિટર પર આભાર માનતા લખ્યું છે કે, મારી 4 મહિનાની બાળકીને નવું જીવન આપ્યું છે તમે સોનુ સૂદ સર. બધાં દરવાજા બંધ થઈ ગયા ત્યારે વિજયવાડાથી હૈદરાબાદ બોલાવીને ઑપરેશન કરાવ્યું. ફક્ત ચોપડીઓમાં વાંચ્યું હતું કે ફરિશ્તા હોય છે. હવે વિશ્વાસ પણ થઈ ગયો છે. ક્યારે મળવાની તક આપજો. હવે તમારી જગ્યા અમારા મંદિરમાં છે.

સોનુ સૂદે આ ટ્વીટનો જવાબ આપતાં લખ્યું છે, "જીવન હું નહીં, ઉપરવાળો આપે છે દોસ્ત. મારા સદ્ભાગ્ય છે કે હું આ માટે દૂત બની શક્યો. હંમેશાં ખુશ રહો." જણાવવાનું કે સોનુ સૂદ સતત ચર્ચામાં છવાયેલો છે અને જરૂરિયાતમંદોની દરેક શક્ય મદદ કરી રહ્યો છે.

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK