સોનુનો ફોન ખોવાઈ જતાં બન્યો સંપર્ક વિહોણો

Published: 6th August, 2012 05:47 IST

છેલ્લા એક અઠવાડિયાથી સોનુ સૂદનો સંપર્ક કરવાનું અશક્ય બની ગયું છે.

હકીકતમાં એક શો હોસ્ટ કરવા માટે કૅનેડા ગયેલો સોનુ ફ્રૅન્કફર્ટ ઍરપોર્ટ પર પોતાનો ફોન ભૂલી ગયો. સોનુનો આ મોબાઇલ અત્યંત ખર્ચાળ વટુર્ મોબાઇલ હોવાને કારણે પ્રાઇવેટ ઍરલાઇન્સે એને પોતાની કસ્ટડીમાં રાખી લીધો હતો અને પછી કોઈના હાથે મોકલવાને બદલે એને કુરિયરથી સોનુની બહેનનના અમેરિકાના ઍડ્રેસ પર મોકલી દીધો હતો. સોનુ હવે ૧૦ ઑગસ્ટની આસપાસ તેની બહેનને મળવા જવાનો છે અને ત્યારે જ તેને હવે પોતાનો મોબાઇલ પાછો મળી  શકશે.

 

Loading...
 
 
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK